________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-ગાથા-૧૮,૧૯-૨૦
૧૩૧
ભાવાર્થ :
અગીતાર્થ સ્વછંદ વિહારી સાધુ જ્ઞાની એવા ગુરુનો ત્યાગ કરીને સ્વમતિ પ્રમાણે આચાર સેવે છે માટે બુદ્ધિમાન પુરુષને તે કાગડા જેવા દેખાય છે. જેમ હંસ થકી કાગડા જુદા દેખાય છે તેમ જ્ઞાનીની નિશ્રામાં રહેલા સાધુઓ ઉચિત આચાર સેવીને હંસ જેવા દેખાય છે, તેનાથી અગીતાર્થ સાધુ કાગડા જેવા જુદા જ દેખાય છે અર્થાત્ જ્ઞાનીની નિશ્રામાં રહેતા સાધુ સંવેગની વૃદ્ધિ કરીને અસંગભાવને પામતા હોય છે, તેથી હંસ જેવા નિર્મળ દેખાય છે. જ્યારે જ્ઞાનીને છોડીને વિચરનારા અને બાહ્ય કષ્ટમય આચરણા કરનારા પણ અગીતાર્થ સાધુ સંવેગના પરિણામ વગરના હોવાથી તત્ત્વદૃષ્ટિએ કાગડા જેવા દેખાય છે. વળી, શાસ્ત્રમાં વિનયના બાવન' ભેદ કહ્યા છે તે વિનયના સેવનથી ગુણવાનને પરતંત્ર સાધુ વીતરાગભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે જ્યારે અગીતાર્થ સાધુ તો તે વિનયના બાવન ભેદના પરિપાકને પામ્યા વગરના હોવાથી યોગમાર્ગ ભ્રષ્ટ છે. ll૧૮ અવતરણિકા:
પૂર્વગાથામાં ગીતાર્થને છોડીને વિચરતા અગીતાર્થ સાધુ કાગડા જેવા છે તેમ બતાવીને તેઓ મોક્ષમાર્ગની બહાર છે તેમ બતાવ્યું. હવે ઉપદેશમાલામાં તેઓનો ઘણો ઉઘમ વ્યર્થ છે તોપણ તે અગીતાર્થ સાધુ મોક્ષમાર્ગના દેશ આરાધક છે, એમ કહેલ છે તે બતાવીને તે ઉપદેશમાલાનું કથન કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૧૯/૨૦ થી કહે છે – ગાથા :
સર્વઉધમે પણ તસ બહુ ફલ, પડે કષ્ટ અન્નાહ રે; સૂત્ર અભિન્નતણે અનુસાર, ઉપદેશમાલા વાણ રે.
સાહિબ ! ૧૯ તે તો ઋજુભાવે એકાકી, ચાલે તેહને જુત્ત ; વાઓ કુવાસન જે અકુવાસન, દેશારાધક ઉત્ત રે.
સાહિબ ! ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org