________________
૧૧૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-પ-૬
આશય એ છે કે ભિક્ષાની અપ્રાપ્તિમાં આ સાધુ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરશે તો તેનું શરીર સહન કરી શકશે અને તપ દ્વારા સંયમની વૃદ્ધિ કરી શકશે, અને આ સાધુનું શરીર સહન નહિ કરી શકે, તેથી તપ કરશે તો સંયમની વૃદ્ધિને બદલે સંયમની હાનિ થશે તેવો પુરુષનો ભેદ અગીતાર્થ સાધુ કરી શકતા નથી.
વળી, કોઈ પદવીધર સાધુ હોય તો તેવા પદવીવાળા સાધુ અનેકને યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ છે અને જો તેઓ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરે અને ભિક્ષાની અપ્રાપ્તિ આદિ થાય તો તેમનું શરીર કદાચ સહન કરી શકે અને પોતે પણ અપ્રમાદથી સંયમમાં યત્ન કરી શકે તેવા હોય. આમ છતાં અન્ય યોગ્ય જીવોને વાચનાદિ દ્વારા સંવેગની વૃદ્ધિ કરાવવાની તેઓની શક્તિ હોવા છતાં તેમને કારણે તે પ્રવૃત્તિ કરી શકે નહિ. વળી અન્ય કોઈ સાધુ પદવીધર ન હોય અને ભિક્ષાદિની અપ્રાપ્તિમાં તપ કરી શકે તેવા સમર્થ હોય તો પોતાના સંયમના કંડકોમાં વૃદ્ધિ કરી શકે અને તે પદવીવાળા નહિ હોવાથી વાચનાદિ દ્વારા અન્યને સંવેગની વૃદ્ધિ કરવામાં તેઓ સમર્થ નહિ હોવાથી તેમને તપથી કોઈ હાનિ થતી નથી, એ પ્રકારના વિકલ્પોને અગીતાર્થ જાણતા નથી. માટે પદવીરૂપ વસ્તુ અને અપદવીરૂપ વસ્તુને આશ્રયીને ઉચિત પ્રવૃત્તિના અનેક વિકલ્પો થાય છે તે વિકલ્પોને અગીતાર્થ સાધુ જાણી શકતા નથી. આપણા અવતરણિકા -
ગાથા-૨ માં કહેલ કે અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્રાદિ અને પ્રતિસેવાને જાણતા નથી. તેથી દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક શું જાણતા નથી તે બતાવ્યા પછી હવે ક્રમ પ્રાપ્ત પ્રતિસેવા વિષયક શું જાણતા નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
જે આકુટી પ્રમાÈ દર્પ, પડિસેવા વલિ કલ્પ રે; નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત્ત વિકલ્પ રે.
સાહિબ ! ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org