________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૮-૧૯
ભાવાર્થ :
જે શ્રાવકોએ શાસ્ત્રોને કંઈક સાંભળ્યા છે તેમાંથી કેટલાક અતિપરિણામી અને કેટલાક અપરિણામી બન્યા છે. અતિપરિણામી શ્રાવકો અતિવ્યાપ્ત અપવાદ દૃષ્ટિવાળા હોય છે તેથી જ્યાં અપવાદનું સ્થાન નથી ત્યાં પણ અપવાદને જોડનારા છે અને કેટલાક શ્રાવકો અપરિણામી હોય છે અર્થાત્ શાસ્ત્રના વચનો સમ્યક્ પરિણમન પામ્યા નથી, તેથી ઉત્સર્ગ માર્ગને જ માર્ગરૂપે જોનારા હોય છે. આ બન્ને પ્રકારના શ્રાવકો ઉચિત પ્રવૃત્તિ ક૨વા માટે સમર્થ બને તે અર્થે તેઓની ભૂમિકા અનુસાર ગુરુ તેઓને નિત્ય ઉપદેશ આપે છે. ગુરુના ઉપદેશથી તેઓ જિનવચનના પરમાર્થને પામે તો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરીને સુસાધુની ભક્તિ કરે છે અને સુસાધુની ભક્તિ કરીને પોતાના ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરે છે. આ રીતે માર્ગાનુસારી બુદ્ધિ ગુરુ આપે છે એ પ્રકારનું કલ્પભાષ્યનું વચન મનને સુહાવે છે તેથી સુસાધુ ઉપદેશ દ્વારા કે શ્રાવકોને ગૂઢભાવો કહેવા દ્વારા કે નવી રચના કરવા દ્વારા સાધુની ભિક્ષા ભાંગતા નથી, પરંતુ શ્રાવકો પરિણામી થાય તેવી શુભમતિ ઇચ્છે છે. II૧૮I
અવતરણિકા :
ગાથા-૧૭માં કહ્યું કે મુનિ શુભમતિને ઇચ્છે છે અને મુનિની તે શુભમતિ શું છે તે ગાથા-૧૮માં સ્પષ્ટ કર્યું. આમ છતાં ગાથા-૧૭માં કહ્યું એ પ્રમાણે ખલ પુરુષોએ કહ્યું. “દેશતા આદિથી મુનિની ભિક્ષા ભાંગી માટે દેશના આદિ આપવી ઉચિત નથી.” તે ખલ પુરુષનું વચન અનુચિત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
ખલવયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા;
તુજ સેવામાં જો રહીયે, તો પ્રભુ જસલીલા લહીયે. ૧૯
ગાથાર્થ :
-
Jain Education International
કોણ સૂરા ખલ વચનને ગણે ?=તત્ત્વનો વિચાર કરવામાં શૂરવીર પુરુષો, ખલ વચનને માને નહિ. આ ખલના વચન કેવા છે તે સ્પષ્ટ કરે
૮૩
For Personal & Private Use Only
www.jainelibrary.org