________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૬ કરવામાં ઉઘમ કરતાં, હિયડે હીસી હૈયામાં હર્ષ થાય છે=નવી ગ્રંથ રચના કોઈને પીડાકારી નથી; પરંતુ સર્વ જીવોના હિતને કરનારી છે એ પ્રકારના બોધને કારણે નવી ગ્રંથ રચના કરનારના હૈયામાં હર્ષ થાય છે, જોઈ લીજે પહેલી વીસી-ગાથા-૧૧થી અત્યાર સુધી જે કથન કર્યું તે કથનના સાક્ષીરૂપે પૂજ્ય હરિભદ્રસૂરિજીની પહેલી વિંશિકા જોઈ લેવી. [૧૬] ભાવાર્થ :
કોઈ સમર્થ સાધુ આગમમાંથી ઉદ્ધત ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદબુદ્ધિવાળા યોગ્ય જીવોને સુખેથી બોધ થાય તે રીતે નવી રચના કરશે તો નવી રચનારૂપ સુકૃતથી જગતમાં ભગવાનનો માર્ગ વિસ્તાર પામશે અને ભગવાનનો માર્ગ એકાંતે સર્વ જીવોના કલ્યાણને કરનાર છે તેથી જગતમાં વર્તતા સન્માર્ગનું ફળ જગતના જીવ માત્રને વ્યક્ત કે અવ્યક્તરૂપે પ્રાપ્ત થાય છે. આથી તે નવી રચનાથી જે સન્માર્ગ વિસ્તાર પામશે તેનાથી જગતમાં જે હિત પ્રવર્તશે તે હિતના ફળની પ્રાપ્તિ ખલ પુરુષને પણ થશે. તેથી રચના જોઈને ખલને પીડા થયેલ તે પણ ફળથી પીડાના પરિહારરૂપ છે. આ પ્રકારનો જેમને બોધ છે તેવા ગીતાર્થ સાધુ નવી રચનામાં ઉદ્યમ કરતાં હૈયામાં હર્ષ પામે છે અર્થાત્ વિચારે છે કે આ નવી રચનામાં લેશ પણ દોષ નથી, પરંતુ એકાંતે સર્વનું હિત છે, વર્તમાનમાં ખલ પુરુષને જે પીડા થાય છે તેઓને પણ અંતે તો તોષ જ થશે માટે સર્વ જીવોના તોષને પેદા કરાવનાર આ નવી રચના છે.
ગ્રંથકારશ્રીએ ગાથા-૧૧ થી ગાથા-૧૬ સુધી જે સર્વ કથન કર્યું તેની સાક્ષીરૂપે પહેલી વિશિકા જોઈ લેવી અર્થાત્ ગ્રંથકારશ્રીએ પૂજ્ય હરિભદ્રસૂરિ મ. સા ની પહેલી વિશિકાનું આલંબન લઈને આ સર્વ કથન કર્યું છે, સ્વમતિ પ્રમાણે કરેલ નથી.
અહીં વિશેષ એ છે કે જીવમાં વર્તતો સમભાવનો પરિણામ જીવને પોતાને ઉપદ્રવકારી નથી અને પરના ઉપદ્રવમાં નિમિત્ત નથી. જીવમાં વર્તતો અસમભાવનો પરિણામ પોતાને ઉપદ્રવ કરે છે અને અસમભાવના પરિણામથી ઉપદ્રવ પામેલા જીવો સ્વાર્થવશ પ્રવૃત્તિ કરીને બીજાના ઉપદ્રવમાં નિમિત્ત બને છે. ભગવાનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org