Book Title: Shrimad Rajchandra Vachanamrut Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ http://www.ShrimadRajchandra.org (s) ધર્મ પ્રવર્તાવવાની તીવ્ર કરુણાબુદ્ધિ છતાં (આંક ૭૦૮) પોતાની તે માટે યોગ્ય તૈયારી ન હોવાથી પરમ સંયમિતભાવે એ ભાવના શમાવી દેવાની શક્તિ એમના અંતરની, પ્રવૃત્તિની તથા લખાણની સત્યતા પ્રગટ કરે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના જગતના જીવોનાં દુઃખોનો અંત આવવાનો નથી.આત્મા જેણે જાણ્યો છે એવા સત્પુરુષના સત્સંગ વિના, આજ્ઞાના આરાધન વિના આત્મા પ્રાપ્ત થાય એમ નથી એમ જણાવી વારંવાર સત્પુરુષ અને સત્સંગની આરાધના માટે ભારપૂર્વક કહ્યું છે. સત્સંગ અને સત્પુરુષની આજ્ઞા આરાધવામાં વિઘ્નરૂપ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ઇન્દ્રિયવિષયો, કષાયો, પ્રમાદ આદિ દોષોના ત્યાગ માટે પણ એટલા જ ભારપૂર્વક જણાવ્યું છે. છતાં પણ આ કાળના જીવોનું હીનવીર્યપણું અને અનારાધકપણું જોઈ સત્સંગને જ ઉત્કટપણે વર્ણવ્યો છે. ને જે એટલા મતમતાંતર એ એક આત્મપ્રાપ્તિમાં મોટું વિઘ્ન છે. મતાગ્રહ છેદવા એમના પ્રસંગમાં આવતા મુમુક્ષુઓને વેદાંત, જૈન આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથો વાંચવા ભલામણ કરે છે. એમના વિચારો અને પત્રોમાં જૈન તેમ વેદાંત બન્ને શૈલીનું દર્શન થાય છે. પોતાનો અંતર અનુભવ પ્રગટ કરવામાં એમણે બન્ને શૈલીનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે જૈન કે વેદાંતનો આગ્રહ મોક્ષનું કારણ નથી એમ પણ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે પ્રકારે આત્મા આત્મભાવ પામે એ મોક્ષનું સાધન છે. તે પરમતત્ત્વ પરમસત્, સત્, પરમજ્ઞાન, આત્મા, સર્વાત્મા, સત્-ચિત્- આનંદ, હરિ, પુરુષોત્તમ, સિદ્ધ, ઇશ્વર, આદિ અનંત નામોએ કહેવાયું છે. ૧૯૦૯) “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભુલશો નહીં.” (આંક ૩૭) આમ પરમાર્થ-વાંચન આત્મા જાણવા માટે છે. આત્માને બંધન થવાને નથી. R £ 22 Siz dom “બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે.” (આંક ૩રર) આમ લખી એમણે શ્રી તીર્થંકરનાં વચનોના સત્યપણાની પોતાના આત્માનુભવથી થયેલી અંતરપ્રતીતિ પ્રગટ કરી છે. અટુલ ૨૩૪, 55 માર આ ઉપરાંત ઘણા ગૂઢ પ્રશ્નોના પણ સરલ અર્થ સમજાવ્યા છે, અને પોતાના આત્માનુભવના બળે કેવળજ્ઞાનની વ્યાખ્યા, અધિષ્ઠાન આદિ વિષે તથા આ કાળમાં મોક્ષ ન હોય, ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય એ આદિ માન્યતાઓ વિષે આત્માનું હિત થાય એમ ખુલાસા આપ્યા છે. મ ૧૯૪૮ સોળ વર્ષની નાની વયમાં ત્રણ દિવસમાં “મોક્ષમાળા” જેવું વિવિધ વિષયોનું શાસ્ત્રોક્ત વિવેચન કરતા ૧૦૮ પાઠનું ઉત્તમ પુસ્તકનું લખવું. તથા સૌ શાસ્ત્રોના નિચોડરૂપ આત્મજ્ઞાન પ્રાપ્તિનો સરલ, સાચો ને સચોટ માર્ગ દર્શાવતું ૧૪ર ગાથાનું, “આત્મસિદ્ધિ શાસ્ત્ર” માત્ર ગમે તે સ્થળે, ગમે તે સ્થિતિમાં રચવું એ એમને કેવો હસ્તામલકવત્ આ ઊંડો અને ગહન આત્મજ્ઞાનનો વિષય છે એ સહજે સૂચવે છે. ર કલાકમાં जन्म वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૨ ધન્ય રે દિવસ આ અહો !” અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?'' એ આદિ કાવ્યોમાં શ્રીમદજીએ પોતાની અંતર્દશા અને ભાવના સુવાચ્યપણે પ્રગટ કરી છે, રાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र कृष्ण ५ ઝા, નીતિમત્તા, અન્યને લેશ પણ ભવવાની શ્રીજીના જીવન પ્રસંગોમાં સર્વોચ્યા ય ગુણનું સ્વાભાવિક દર્શન અનિચ્છા, અને અનુકંપાદિ અનેક અનુકરણીય જીવન જાણવા માટે આ આશ્રમ તરફથી પ્રગટ લામણ કરે છે. ગુણોનું સ્વાભાવિક દર્શન થાય છે. એવા પ્રસંગો તથા વિસ્તૃત થયેલ લાશ્રીમદ રાજચન્દ્ર જીવનકળા” નામનું પુસ્તક વાંચવા ભિન્ન ભિન્ન અવસ્થા ‘“શ્રી સદ્ગુરુ-પ્રસાદ” નામે શ્રીમદજીના હસ્તાક્ષરોનો એક લઘુગ્રંથ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયો છે, એ ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રીમદજીનાં વચનો વિષે પરમકૃપાળુ, મુનિવર્ય મહાત્મા શ્રી લઘુરાજસ્વામી જે જણાવે છે તે આ ગ્રંથના વાંચકોને ઉપકારક હોવાથી અત્રે આપું છું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1000