Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ http://www.ShrimadRajchandra.org ( * ) અન્ય દર્શન કરતાં શ્રી વીર આદિ વીતરાગ પુરુષોએ પ્રરૂપેલ વીતરાગ દર્શન વધુ પ્રમાણિત, પ્રતીતયોગ્ય લાગ્યું તે દર્શનાભ્યાસની તુલનાત્મક શૈલીથી ‘મોક્ષમાળા’માં પ્રકાશ્યું. નિજ અનુભવની પરિપક્વ વિચારણાના ફળસ્વરૂપે પ્રાપ્ત સત્યદર્શન ગ્રહણ કરવામાં મહાપુરુષો જેટલા તત્પર હોય છે, તેટલા જ એ સાચવવામાં દૃઢ હોય છે. તેથી એમાં વચ્ચે આવતા સૌ દોષો છેદવા એ એટલા જ તત્પર અને દૃઢ પુરુષાર્થી હોય છે. શ્રીમદજીના જીવનમાં આપણે જોઇએ છીએ કે કર્મ બાંધ્યાં તે ભોગવવા નિરુપાયપણે લાંબો સમય ધીરજ ધરે છે, પણ અંતર આત્મવૃત્તિની અસમાધિ સમયમાત્ર પણ સહન કરવા તૈયાર નથી; એટલું જ નહીં પણ અસમાધિથી પ્રવર્તવા કરતાં દેહત્યાગ ઉચિત માને છે. (આંક ૧૧૩) આ આત્મવૃત્તિને લીધે પોતાને સારા પ્રમાણમાં જ્યોતિષજ્ઞાન હોવા છતાં (આંક ૧૧૬/૭) તે પરમાર્થમાર્ગમાં કલ્પિત હોવાથી અને શતાવધાન જેવા વિરલ પ્રયોગોથી પ્રાપ્ત થતો લોકોનો આદર અને પ્રશંસા આદિ, જે મેળવવા જગતના જીવો મરી ફીટે છે તે આત્મમાર્ગમાં અવિરોધ ન જણાવાથી, ત્યાગી દેતાં સહજ પણ રંજ થતો નથી. ગૃહસ્થભાવે બાહ્યજીવન જીવતાં, અંતરંગ નિગ્રંથભાવે નિર્લેપ રહેતાં, આ સંસારમાં આવતી અનેક ઉપાધિઓ સહન કરવામાં, અંતર આત્મવૃત્તિને ભૂલ્યા વિના કેવી ધીરજ, કેવી આત્મવિચારણા અને પુરુષાર્થમય તીક્ષ્ણ ઉપયોગ દૃષ્ટિ રાખી છે એ એમના ઘણા પત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે, જે આત્મશ્રેય-સાધકને એક જ્વલંત દૃષ્યંતરૂપ છે. 1 A Rea સત્પુરુષોનું જીવન આત્માની અંતરવિશુદ્ધિ પર અવલંબતું હોવાથી અંતરદૃષ્ટિ ખૂલી ન હોય ત્યાં સુધી જીવને ઓળખાણ થવું દુર્ઘટ છે, તેથી સત્પુરુષનું ઓળખાણ એમના બાહ્યજીવન અને પ્રવૃત્તિથી થાય વા ન પણ થાય. જો કે એમના પ્રત્યેક કાર્યમાં એમના અંતરમાં આવિર્ભાવ પામેલી આત્મજ્યોત પ્રકાશે છે જ, પણ જગતના જીવોને આત્માનો લક્ષ ન હોવાથી એ જ્યોત નિહાળવાની દૃષ્ટિ હોતી નથી. આ સાચું છે કે મહાપુરુષો પોતે પોતાની અંતરદશા વિષે ન જણાવત તો બીજા જીવોને મહાપુરુષોની ઓળખાણ થવી દુર્લભ રહેત. (આંક ૧૮) આત્માનુભવી પુરુષ વિના આત્મા યથાર્થપણે કહેવાને કોઇ યોગ્ય નથી. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય. આત્મલક્ષ ન આવે ત્યાં સુધી આત્મપ્રાપ્તિ સ્વપ્રવત્ રહે એમાં આશ્ચર્ય નથી. પણે ક થી રહે પોતાની અંતરદશા વિષે ઉલ્લેખ કરતાં श्रीमान् राजचन्द्र ત્યાં પ્રગલ્લે કે ૩૯) આત્માનુભવી શ્રીમદજી લખે છે, “નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” (આંક ૧૬૭) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” (આંક ૧૭૦) અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે વાળી (સૌરાષ્ટ્ર) જ્યાં જ્યાં છે ‘શ્રી તે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.'' (આંક ૩૭૬) “અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક્દેષ્ટિપણું તો જરૂર સંભવે છે.'' (આંક ૪૫૦) આ અને રતનસીર આવા પોતાની અંતરદશા વિષેના ઉલ્લેખો ઘણા પત્રોમાં જોવામાં આવે છે. શ્રીમદજી ? જેવા ઉચ્ચ કોટિના આત્માઓ માટે, પોતે પોતા વિષે આમ કેમ કરે ? એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સત્યનિરૂપણને એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સ શ્રીમદ રા ખાતર જરૂરી છે, જેથી એઓશ્રીની સાચી ઓળખાણ થાય અને એમનાં વચનો પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવો આરાધી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરી શકે. ભિન્ન ભિન્ન અવસ્થા શ્રીમદજીના સાહિત્યમાં જૈન, વેદાંત આદિ સંપ્રદાયોના ગ્રંથોનું વિશાળ વાંચન, નિદિધ્યાસન અને એમના અંતરમાં ઓતપ્રોત થયેલ આત્માનુભવનો પ્રવાહ સહજે વહે છે. આત્મસમાધિ માટે જેમ આખું જીવન છે, તેમ માત્ર પરમાર્થ કહેવા માટે એમનું સાહિત્ય છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1000