________________
http://www.ShrimadRajchandra.org
( ૮ )
“પરમ માહાત્મ્યવંત સદગુરુ શ્રીમદ રાજચંદ્ર દેવનાં વચનોમાં તલ્લીનતા શ્રહ્મા જેને પ્રાપ્ત થઇ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે એવી અંતરની પ્રતીતિ-ખાતરી થવાથી મને સદ્ગુરુકૃપાથી મળેલાં વચનોમાંથી આ સંગ્રહ ‘શ્રી સદ્ગુરુ-પ્રસાદ’ નામથી પ્રસિદ્ધ થયો છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે. માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે.
કદ હોવા
રશે. મને
લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રન્થ સમાન આ ‘સદ્ગુરુ-પ્રસાદ’ સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વપ્રીતિ રસ પાશે, અને મોક્ષરુચિ પ્રદીપ્ત કરશે. મને તો તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રા સહિત આ ગ્રંથ જોઇ વૃદ્ધને લાકડીની ગરજ સારે તેવો આધાર ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયો છે.’’
શ્રીમદજીની વિદ્યમાનતામાં એઓશ્રીના પરમભક્ત ખંભાતના ભાઇ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદજીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો તથા અન્ય લખાણોનો સંગ્રહ કરેલ. તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણોનું એક પુસ્તક શ્રી અંબાલાલભાઇએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદજી પોતે તપાસી ગયા અને પોતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે.
આ સુધારેલ મૂળ પુસ્તક, શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પત્રો, કેટલાક મુમુક્ષુઓએ મૂળપત્રો પાછા મંગાવી
તે પત્રોની આપેલ નકલો, તથા બીજાં લખાણોની હસ્તાક્ષરની પ્રતો આદિ જે જે સાહિત્ય શ્રી અંબાલાલભાઇએ સંગ્રહ કર્યું તે બધું સાહિત્ય શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળને સોંપવામાં આવ્યું છે.
આ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ શ્રીમદજીએ પોતાની વિદ્યમાનતામાં સંવત ૧૯૫૬માં શ્રી વીતરાગશ્રુતના પ્રકાશન અને પ્રચાર માટે સ્થાપેલ છે, જે મંડળ આજે પણ શ્રી વીતરાગતના પ્રકાશનનું સુંદર કાર્ય કરી રહેલ છે. આ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે આ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ સંવત ૧૯૬૧માં પ્રગટ કરી, અને બીજી આવૃત્તિ સંવત ૧૯૮૨માં પ્રગટ કરી, જેમાં કેટલુંક અપ્રગટ સાહિત્ય ઉમેરવામાં આવ્યું. શ્રીમદનાં લખાણો ગુજરાતી ભાષામાં હોવા છતાં મહત્તાદર્શક નાગરી લિપિમાં એ બન્ને આવૃત્તિમાં છપાયાં છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે આ આખું વચનામૃત હિંદી ભાષામાં ભાષાંતર કરાવી સં. ૧૯૯૪માં પ્રગટ કર્યું છે, જેમાં શ્રીમદજીના જીવન અને વિચારો સંબંધી વિસ્તૃત નોંધ ભાષાંતરકાર પં. શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ આપી છે.
આ આવૃત્તિ સંબંધીઃ-
सहजात्म स्वरूप सद्गुरु
जन्म
૧૯૪૮
શ્રીમદજીના અનન્ય ઉપાસક, પરમભક્તિવંત શ્રી લઘુરાજસ્વામીજીની નિશ્રાએ સ્થપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વ્યવસ્થાપકોની ઘણા સમયથી એમના આરાધ્યદેવ શ્રીમદનાં લખાણો પ્રગટ કરવાની ભાવના હતી. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ પાસેથી આ માટેની અનુમતિ મળતાં આ કાર્ય માટે સંશોધન કરી આખી નવી પ્રેસકૉપી નીચેનાં સાધનોના આધારે તૈયાર કરવામાં આવી છે. મારા બ
देहविलय
૧. શ્રીમદના હસ્તાક્ષરના મૂળ પત્રો, અન્ય લખાણો તથા હાથનોંધોની ડાયરીઓ તેમ હસ્તાક્ષરના મૂળપત્રો આદિના આ આશ્રમે તૈયાર કરાવેલ ફોટાઓ. વસ્તુ ૬૬૬૭ ચૈત્ર કૃષ્ણ બ
વા
૨. શ્રી અંબાલાલભાઈએ તૈયાર કરેલ પુસ્તક જેમાં શ્રીમદજીએ પોતે સુધારો વધારો કર્યો છે.
૩. શ્રી દામજીભાઈ કેશવજીએ મૂળપત્રો તથા બીજા સાહિત્યના કરાવેલ ઉતારાઓ.
ભિન્ન ભિન્ન અવસ્થા
૪. શ્રીમદજીની સૂચનાથી શ્રી અંબાલાલભાઈએ શ્રી લઘુરાજસ્વામી આદિ મુનિઓને ઉતારી આપેલ ડાયરીઓ,
૫. મુમુક્ષુઓ પાસેથી મળેલ મૂળપત્રોની નકલો.
૬. ઉપદેશછાયા, ઉપદેશનોંધ, વ્યાખ્યાનસાર આદિના ઉતારાની ડાયરીઓ.
૭. અત્યાર સુધીમાં છપાયેલ આવૃત્તિઓ.