Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 225
________________ ભાગ - 1 213 નરકની આગ જેવી એ ધૂળ હતી. આવી ધૂળવૃષ્ટિથી રાજા ગુણસેનનું શરીર બળવા લાગ્યું, છતાં તેઓ અનાકુલ રહ્યા. તેમનામાં મહાન સત્ત્વ હતું. કારણ કે જિનપ્રણિત ધર્મથી તેમનું મન ભાવિત હતું. ધર્મ પામવો, ધર્મક્રિયા કરવી.....એક વાત છે, અને ધર્મથી મનને ભાવિત કરવું એ બીજી વાત છે. ભેદજ્ઞાનથી મન ભાવિત થાય છે ત્યારે કચ્છના સમયે, દુઃખના સમયે સમતા-સમાધિ રહી શકે છે. સાંભળો, મહાત્મા ગુણસેનનું ચિંતન. જ્યારે તેમના ઉપર આગ વરસતી હતી, ત્યારે તે વિચારે છે : सारीर-माणसेहिं दुक्खेहि अभिदुयम्मि संसारे / सुलहमिणं जं दुक्खं दुलहा सद्धम्मपडिवत्ती // धन्नोऽहं जेण मए अणोरपारम्मि भवसमुद्दम्मि / भव सयसहस्स दुलह लद्धं सद्धम्मरयणमिणं // एयस्स पभावेण पालिज्जन्तस्स सइ पयत्तेण / जम्मन्तरम्मि जीवा पावन्ति न दुकखदोगच्चं // ता एसो च्चिय सफलो मज्झमणायरणदोसपरिहीणो / सद्धम्मलाभगरुओ जम्मो णाइम्मि संसारे // 'विलिहइ य मज्झ हिययम्मि जो कओ तस्सअग्गिसम्मस्स / परिभवकोवुप्पाओ तवइ अकज्जं कयं पच्छा // एण्हि पुण पडिवन्नो मेत्तिं सव्वेसु चेव जीवेसु / जिणवयणाओ अहयं विसेसओ अग्गिसम्मम्मि / આ ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે. 1. શારીરિક અને માનસિક દુઃખોથી આ સંસાર ઉપદ્રવિત છે, આવા દુઃખ ભય સંસારમાં આ દુઃખ (આગ જેવી રેતી વરસાવવાનું દુઃખ) તો મામુલી છે ! પરંતુ સદ્ધર્મની મને જે પ્રાપ્તિ થઈ છે તે દુર્લભ છે. 2. સાચે જ હું ધન્ય છે કારણ કે આ અનંત સંસારમાં હજારો લાખો ભવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254