Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 233
________________ / ભાગ - 1 221 तन्न्वेवानवकलुप्तम् / यो मनुष्येस्वनश्नत्सु पूर्वोऽश्नीयात् / અતિથિને ભોજન કરાવ્યા પૂર્વ સ્વયંભોજન લેવું એ પૂર્ણતયા અનુચિત છે. વાલ્મીકિ સમય માં અતિથિ-મહત્તા આ રીતે બતાવવામાં આવી છે. यथामृतस्य संप्राप्तिः यथा वर्षमनूदके / यथा सदृशदारेषु पुत्रजन्मा प्रजस्य वै // प्रणष्टस्य यथा लाभो यथा हर्षो महोदयः / तथैवागमनं मन्ये स्वागतं ते महामुने / જેવી અમૃત પ્રાપ્તિ, જેવી જળહીન સ્થાને વષ, જેવો નિઃસંતાન મનુષ્યને યોગ્ય પત્નીથી પુત્ર જન્મ, જેવી નષ્ટ સંપત્તિથી પુનઃપ્રાપ્તિ, જેવો હર્ષનો અતિરેક, એવી રીતે હું આપનું આગમન માનું છું. હે મહામુનિ, આપનું સ્વાગત છે. મદીમર માં વેદ વ્યાસજીએ કહ્યું છે: चक्षुर्दद्यान्मनो दद्यात् वाचं दद्यात् सुभाषितम् / उत्थाय आसनं दद्यादेष धर्मः सनातनः // प्रत्युत्थायाभिगमनं कुर्यान्न्यायेन चार्चनम् / ઘર આવેલી વ્યક્તિને પ્રેમથી જુઓ, મનથી તેના પ્રત્યે ઉત્તમ ભાવ રાખો. મીઠાં વચન બોલો તથા ઊઠીને એને આસન આપો. ગૃહસ્થનો આ સનાતન ધર્મ છે. અતિથિને સામે જઈ આવકારો અને યથોચિત રીતે આદર સત્કાર કરો. દક્ષિણના એક તત્ત્વચિંતક તિરુવલ્લુવરે કહ્યું છે કે દરિદ્રમાં દરિદ્ર છે કે જે અતિથિનો સત્કાર ન કરે ! પ્રસિદ્ધ કવિ એમર્સને લખ્યું છે કે Happy is the man who never puts on face but receives every visiters with the countenance he has on. સુખી માણસ તે છે જે માણસ 'અતિથિને જોઈને મુખ નીચું કરતો નથી. પરંતુ હરેક અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે. આપણા જૈનધર્મમાં તો અતિથિ” ને બાર વ્રતોમાં સમાવિષ્ટ કરીને તેનું ગૌરવ સ્થાપિત કર્યું છે, પરંતુ બારમા વ્રતમાં જે અતિથિનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અતિથિ કોઈ સામાન્ય અભ્યાગત-મહેમાન નથી સમજવાનો. તે હોય છે પંચ મહાવ્રતધારી સાધુ અને સાધ્વી સાધુ અને સાધ્વીનો "સંવિભાગ” કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254