Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 236
________________ 224 શ્રાવક જીવન અમૃતપ્રાપ્તિ જેવો આનંદ થયો હતો. ખોવાયેલી સંપત્તિ મળતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેમને થયો હતો. નવસારે મુનિરાજને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયા હતા. મુનિરાજ પ્રત્યે મનમાં ઉત્તમ ભાવ જાગ્યા હતા. મધુર વચનોથી તેમણે મુનિરાજને નિમંત્રિત કર્યા હતા. અને વૃદ્ધિગત ભાવોથી મુનિરાજને ભોજન કરાવ્યું હતું. આ સંવિભાગ” હતો. માત્ર દાન આપવું એ સંવિભાગ નથી, આ રીતે આપવું એ સંવિભાગ છે ! અતિથિ પ્રત્યે પ્રેમભાવ અને મધુર વાણી-વ્યવહાર હોવાં અતિ આવશ્યક છે. તેમને ભોજન, વસ્ત્ર, ઔષધ આદિ પૂજ્યતાના શ્રેષ્ઠ ભાવ સાથે આપવાથી અપૂર્વ આત્માનંદની પ્રાપ્તિ થાય છે. મુનિરાજે ભોજન કરી લીધું; વિશ્રામ કરી લીધો. તે પછી નયસારે કહ્યું: હે મહાત્મા, ચાલો, આપને માર્ગ બતાવું.” મુનિરાજ સાથે નયસાર ચાલ્યા, મુનિરાજના મનમાં નયસાર પ્રતિ સભાવ ઉત્પન્ન થયો હતો. સદ્વ્યવહારથી અને સભાવથી બીજાના દ્ધયમાં સ્નેહભાવ પ્રાયઃ ઉત્પન્ન થાય છે ! સભામાંથી પ્રાયઃ કેમ કહ્યું? મહારાજશ્રી દુનિયામાં કેટલાક એવા માણસો પણ હોય છે કે તેમની સાથે સદ્ભાવ પૂર્ણ વ્યવહાર કરો તો પણ તેઓ તેનું મૂલ્યાંકન કરી શકતા નથી! તેમના બ્દયમાં સદ્દભાવ-સદ્ વ્યવહાર કરનારાઓ પ્રત્યે સ્નેહભાવ પેદા થતો જ નથી ! હોય છે આવા માણસો ! હમણાં જ મેં એક સત્ય ઘટના વાંચી. એક નાનકડા શહેરની વાત છે. એક મહોલ્લામાં એક ઘરમાં ત્રણ ચાર છોકરાઓ રહેતા હતા. કોલેજમાં ભણતા હતા. એક દિવસ એ મહેલ્લામાં વાસણ વેચનારી એક સ્ત્રી આવી. તે જૂનાં વસ્ત્રોના બદલામાં વાસણો આપતી હતી. તે એ છોકરાઓના ઘરમાં આવી અને બોલી : "વાસણો લેવાં હોય તો ભાઈ, જૂનાં વસ્ત્રો આપો અને વાસણ લઈ લો." એક છોકરાએ કહ્યું: “અમારે તો વાસણો નથી લેવાં, પરંતુ સામે જે ગલી દેખાય છે તે ગલીમાં જે પહેલું ઘર છે, એમાં જે સ્ત્રી રહે છે તે વાસણો લેશે. ત્યાં ચાલી જા.” તે સ્ત્રી ચાલી ગઈ ત્યાં, છોકરાઓ હસવા લાગ્યા. તેમણે જે સ્ત્રીનું ઘર બતાવ્યું હતું તે સ્ત્રી કજિયાખોર હતી. ખરાબ વ્યવહાર કરનારી હતી. પેલી વાસણવાળી સ્ત્રી ત્યાં ચાલી ગઈ. આ સ્ત્રીએ પુરાણાં વસ્ત્રો આપીને વાસણો લીધાં..ઝઘડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254