Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 251
________________ ભાગ - 1 239 નિદભ અને નિષ્કપટ હદયથી જે મનુષ્ય પરમાત્માની ભક્તિ કરે છે તે ભગવદ્ અનુગ્રહને પાત્ર બને છે. જે મનુષ્ય ઉપર ભગવદ્ અનુગ્રહ અવતરિત થાય છે તે વતપાલન કરવામાં સમર્થ - શક્તિમાન બને છે. કુમારપાળ મહારાજા, પેથડશાહ મહામંત્રી વગેરે વ્રતધારી શ્રાવક પ્રતિદિન ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ કરતા હતા. તેથી તેમણે વ્રતપાલનમાં દૃઢતા પ્રાપ્ત કરી. સંકટ સમયે પણ તેઓ અડગ રહ્યા. એટલા માટે વ્રતધારી સ્ત્રી પુરુષોએ પ્રતિદિન પરમાત્મભક્તિ મન, વચન અને કાયા દ્વારા સ્થિર કરવી જોઈએ. સુસાધુ પુરુષોની પપાસના કરો : જેવી રીતે પ્રતિદિન પરમાત્મ-ભક્તિ કરવાની છે તે રીતે જ પ્રતિદિન સગુરુ જનોની સર્વ પ્રકારે ઉપાસના કરવાની છે. જે રીતે રાજા કુમારપાળ આચાર્યદિવ હેમચંદ્રસૂરિજીની પપાસના કરતો હતો, જે રીતે મહામંત્રી પેથડશાહ આચાર્યદિવ ધર્મઘોષસૂરિજીની ઉપાસના કરતો હતો, જે રીતે રાજા આમ આચાર્યદિવ બપ્પ ભટ્ટસૂરિની પÚપાસના કરતો હતો, તે રીતે. સદ્ગુરુનો સંયોગ મળવો પણ દુર્લભ છે, સંયોગ મળ્યો છે તો મહાન ભાગ્યોદય સમજીને સદગુરુની પપાસના કરી લેવી જોઈએ. પપાસના એટલે સર્વ પ્રકારની ઉપાસના. ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને ઔષધથી તો સેવા કરવાની જ હોય છે, પણ વિશેષમાં તેમની જ્ઞાનોપાસનામાં, તેમના શાસન પ્રભાવનાનાં કાર્યોમાં સહયોગી બનવાનું હોય છે. પોતપોતાની શક્તિ અનુસાર સહયોગી બનવાનું હોય છે. આનાથી સદ્ગુરુની પરમ કૃપા પ્રાપ્ત થાય છે, કૃપાનું બળ અદ્ભુત હોય છે. એ કૃપાબળથી વ્રતપાલનમાં દ્રઢતા આવે છે. જો વ્રત ગ્રહણ ન કર્યો હોય તો વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા જાગે છે. ગુરુનું સતત માર્ગદર્શન મળવાથી મોક્ષમાર્ગની આરાધનામાં ગતિ આવે છે, પ્રગતિ થાય છે, અને હિંમત વૃદ્ધિ પામે છે; એટલા માટે ગુરુપયુપાસના અવશ્ય કરતા રહો. ઉત્તર ગુણોથી અલંકૃત થાઓઃ “પ્રવચનસારોદ્ધાર” નામે ગ્રંથમાં શ્રાવકના 21 ગુણો બતાવવામાં આવ્યા છે. તે જ "ઉત્તરગુણ” હોવા જોઈએ એવું હું સમજુ છું. અક્ષુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, અક્રૂર, ભીરુ, અશઠ, સ-દક્ષિણ, લજ્જાયુક્ત, દયાયુક્ત, મધ્યસ્થ સૌમ્યતૃષ્ટિગુણરાગી, સત્કથાકારી, સુદીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુસારી, વિનીત, કૃતજ્ઞ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254