Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________ શ્રાવક જીવન 238 પરિણતિનું આલોચન કરો. ચોથી વાત છે પરિણતિ એટલે કે ફળ, પરિણામનો વિચાર કરવાથી, વ્રતોનું નિરતિચાર પાલન કરવાથી કયું ફળ મળે છે ? અતિચાર સહિત જો વ્રતપાલન કરીએ તો કયું ફળ મળે છે. અને વ્રત ભંગ કરવાથી કયું ફળ મળે છે? આ સર્વ વાતોની પલિોચના કરવી જોઈએ. આ પ્રકારનાં ચિંતનથી વ્રતપાલનમાં દ્રઢતા આવે છે. કારણ કે વ્રતભંગનું પરિણામ અશુભ જ હોય છે. અતિચાર સહિત વ્રતપાલન કરવાથી પણ ફળ સારું જોઈએ તેવું પ્રાપ્ત થતું નથી. તીર્થંકર-ભક્તિ કરો : પાંચમો પુરુષાર્થ છે તીર્થકરની ભક્તિનો-તીર્થંકર પરમાત્માનો પ્રભાવ અચિંત્ય અને અભુત હોય છે. તીર્થંકરનું સ્વરૂપ સમજાવતાં એક પ્રાચીન મહર્ષિએ લખ્યું * પરમાત્મા અચિન્હ ચિંતામણિ છે. * ભવસાગરમાં જહાજ છે. * ત્રિલોકના નાથ છે. * અનુત્તર પુણ્યનો ભંડાર છે. * રાગ-દ્વેષ અને મોહથી મુક્ત છે. બીજી એક જગાએ કહેવામાં આવ્યું છે કે પરમાત્મા તીર્થંકર દેવ - * ભવસાગરમાં નિયમિક છે. * ભવ વનમાં સાર્થવાહ અને * ભવ વનમાં જીવોની રક્ષા કરનારા મહાગોપ છે. તીર્થંકર પરમાત્માનું ચિંતન, આ વિશેષતાઓ દ્વારા કરવું જોઈએ. એનાથી બ્દયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ આદર ઉત્પન્ન થશે અને બહુમાનપૂર્વક ભક્તિ થશે. અને એ ભક્તિ અદ્દભુત હશે. પરમાત્માની પ્રતિદિન અષ્ટ પ્રકારી પૂજા કરો. અભિષેક, પૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા–આ અષ્ટ પ્રકારી પૂજા છે. પછી ભાવપૂજા કરવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254