Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 247
________________ ભાગ - 1 ૨૩પ આત્મ સંતોષ પણ ન હોય. જે તમે વિચારશો કે "મારાં વ્રત અતિચારોથી દૂષિત થાય છે, હું શું કરું? મારાં પાપકર્મોને લીધે દૂષિત થઈ રહ્યાં છે; કદયને મટાડવો મારા હાથની વાત નથી.” તો શું થશે ? એક દિવસ તમે વ્રતભંગ કરી બેસશો. પાપકર્મોનો પરાભવ કરી શકાય છે? એટલા માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે - તમે પાપકર્મોનો પરાભવ કરી શકો છો, કરતા રહો. વિદિતાનુષ્ઠાનવીર્યતા–ત " તમે જે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે, તે સમ્યકત્વની, તે સમ્યગ્દર્શનની પ્રતિદિન સ્મૃતિ તાજી રાખો. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય–આ પાંચ વાતોનું પાલન કરતા રહો......તમે પાપ કર્મો ઉપર વિજય પામશો. તમે જે અણુવ્રત ગુણવ્રત, શિક્ષાવ્રત ગ્રહણ કર્યા હોય તેમના સ્વરૂપનું પ્રભાવનું, અને ફળનું ચિંતન કરતા રહો. તમે પાપકર્મોનો પરાભવ કરશો. માત્ર એક બે વાર ચિંતન કરવાથી કામ ચાલશે નહીં. પુનઃપુનઃ ચિંતન, પુનઃપુનઃ સ્મરણ કરતા રહેવું પડશે. સદૈવ શુભ વ્યવહારોનું પાલન કરવું પડશે, જો "જીવવીર્ય” હોય તો ! આ જ જીવસામર્થ્યથી પાપ કર્મો પર વિજય પામવાનો છે. પાપકર્મો ઉપર વિજય પામવાથી અતિચાર લાગવાનો સવાલ જ પેદા થતો નથી. ટીકાકાર આચાર્યદવ કહે છે : विहितानुष्ठानं सर्वापराध व्याधिविरेचनौषधं महत् / આ સ્વીકૃત સમ્યકત્વ-અણુવ્રત-ગુણવ્રતશિક્ષાવ્રતોનું પુનપુન સ્મરણ અને તદનુરૂપ શુભ વ્યવહારોનું પાલન એક મહાન ઔષધી છે ! આ ઔષધથી અપરાધરૂપ તમામ વ્યાધિઓનું વિરેચન થઈ જાય છે. એટલે કે તમામ અપરાધો નષ્ટ થઈ જાય છે. પછી કોઈ અતિચાર લાગશે જ નહીં. ગ્રહણ કરેલા સમ્યકત્વ અને વ્રતોનું નિરતિચાર પાલન કરવા માટે ગ્રંથકાર અને ટીકાકાર મહર્ષિ કેટલું સમુચિત માર્ગદર્શન આપી રહ્યા છે ! પુરુષાર્થ પ્રત્યે પ્રેરિત કરે છે, કારણ કે પાપકર્મોના ઉદયથી અતિચાર લાગે છે. આ વાસ્તવિકતા બતાવી, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને હાથ બાંધીને નિષ્ક્રિય બનીને બેસી રહેવાનું નથી કહ્યું. પરંતુ એ પાપકર્મો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો: "તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254