Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 242
________________ ( પ્રવચન : 23 પરમ કૃપાનિધિ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત. ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ–જીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. તેમણે બાર વ્રતમાં વિશેષ ધર્મ બતાવ્યો, પરંતુ એક મહત્ત્વપૂર્ણ વાત આપણી સામે રાખી છે તેમણે, તેઓ કહે છે : ... "एतदहिताणुव्रतादिपालनं विशेषो गृहस्थधर्मः // અતિચાર રહિત સમ્યકત્વનું અને બાર વ્રતોનું પાલન વિશિષ્ટ ગૃહસ્થધર્મ છે. અતિચાર-દોષ વ્રતોને ન લાગવા જોઈએ. તમે વિચારશો કે સમજી વિચારીને જો વિધિપૂર્વક વ્રત લેવામાં આવે તો પછી અતિચાર લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી ! પરંતુ એવી વાત નથી. અતિચાર લાગે છે પાપકર્મોના ઉદયથી - કિલષ્ટ કમોના ઉદયથી - ગ્રંથકાર મહર્ષિએ કહ્યું છે. વિરુષ્ટયાવતિચાર | ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કરવાની છે આજે. વ્રતધારીને અતિચાર લાગવાનું મૂળ કારણ સમજવાનું છે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે સમયે મનુષ્ય-ગૃહસ્થ સમ્યકત્વ સહિત બાર વ્રત સ્વીકાર કરે છે તે સમયે આત્મામાં વિશિષ્ટ શુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ વિશુદ્ધિથી મિથ્યાત્વ અને કષાયોનો સર્વથા નાશ થવો જોઈએ અને કેટલાક લોકોનો થાય છે પણ ખરો, પરંતુ આત્મવિશદ્ધિથી મિથ્યાત્વ વગેરે કર્મો સર્વથા નષ્ટ ન થયાં હોય ત્યારે મિથ્યાત્વ અને કષાયોનો ઉદય થાય છે તે વખતે અતિચાર લાગવો, અનાચારનું સેવન થવું વગેરે સ્વાભાવિક હોય છે. મિથ્યાત્વનો ઉદય થતાં જિનવચનોમાં શંક, મિથ્યા દર્શનો પ્રત્યે આકર્ષણ વગેરે દોષો પેદા થાય છે. કષાયોના ઉદયથી જીવહિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ આદિ પાપોનું આચરણ કરતો થઈ જાય છે. એટલે કે વ્રતોને દોષ લાગવાની સંભાવના ઊભી થાય છે. હા, સમ્યકત્વમૂલક બાર વ્રતોનો સ્વીકાર કરતી વખતે આત્મામાં વિશેષ પ્રકારની શુદ્ધિ પેદા થાય અને એ આત્મશુદ્ધિથી મિથ્યાત્વનું આમૂલ ઉમૂલન થઈ જાય. અનંતાનુબંધી કષાયોનો આમૂલ નાશ થઈ જાય તો પછી અતિચાર લાગવાનો સંભવ રહેતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254