Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 239
________________ ભાગ - 1 227 " નયસાર, જે સર્વજ્ઞ અને વીતરાગ અરિહંત છે એમને જ પરમાત્મા માનવા. જે મહાવ્રતધારી હોય, જિનાજ્ઞાનુસારી હોય તેમને સદ્ગુરુ માનવા, અને સર્વજ્ઞ ભાષિત ધર્મને જ ધર્મ માનવો. હું તને એક મહામંત્ર આપું છું રોજ તેનો તારે જાપ કરવો.” મુનિરાજે નયસારને શ્રી નવકાર મહામંત્ર આપ્યો. નયસારે અતિ ભક્તિભાવથી એ મંત્ર ગ્રહણ કર્યો. કૃતજ્ઞભાવથી નયસારની આંખો ભરાઈ ગઈ. મુનિરાજે એને આશીર્વાદ આપ્યા અને પોતાના રસ્તે ચાલી નીકળ્યા. નયસાર જ્યાં સુધી મુનિરાજ દેખાયા ત્યાં સુધી ઊભા રહ્યા અને પછી પોતાના સ્થાને પાછા ફર્યા. તેમનું સ્ક્રય ભક્તિભાવથી ગદ્ગદિત હતું. તેમની કલ્પનામાં મુનિરાજ તરતા હતા, તેમણે “સમ્યગદર્શન’ ગુણ મેળવી લીધો હતો. "અતિથિ સંવિભાગ” નો આ મહિમા છે, પ્રભાવ છે. “અતિથિ રૂપમાં તમારે ઘેર ઉત્તમ આત્માઓ આવી શકે છે. કોઈ તીર્થકરનો, કોઈ ગણધરનો, કોઈ કેવલજ્ઞાનીનો આત્મા જે આગામી જન્મોમાં થનાર હોય, તમારે ત્યાં આવી શકે છે. જો તમે ભાવપૂર્ણ દયથી તેમનો સંવિભાગ કરો તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. દયમાં અતિથિ પ્રત્યે પ્રેમભાવ, ભક્તિભાવ, અહોભાવ હશે તો અતિચાર નહીં લાગે; પરતું જ્યારે આ ભાવમાં પડતી થાય છે ત્યારે અતિચાર લાગે છે. પાંચ અતિચાર : "અતિથિ-સંવિભાગ” વ્રતમાં પાંચ અતિચારો બતાવવામાં આવ્યા છે. તે આ પ્રકારે. सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः // 1. પ્રથમ અતિચાર લાગે છે સચિત્ત નિક્ષેપ-સાધુ સાધ્વી સચિત્ત (સજીવ) આહાર લેતાં નથી. સચિત્ત આહાર તેમને માટે વર્ય હોય છેએ રીતે સચિત્ત (ફળ-શાકભાજી વગેરે) વસ્તુમાં સંલગ્ન અચિત્ત આહાર પણ સાધુ સાધ્વી ગ્રહણ કરતાં નથી. કાચા પાણીના વાસણ ઉપર રોટલી-શાકભાજી વગેરે પડ્યાં હોય તે આહાર અમે લેતા નથી. લઈ શકતા નથી. કારણ કે કાચું પાણી (ઉકાળ્યા વગરનું પાણી) સચિત્ત હોય છે. જેમ કે એક પાત્રમાં ફળ મૂકેલાં છે, ફળ સચિત્ત છે. કળા સિવાયના) એ ફળોના પાત્રમાં અચિત્ત આહાર પડ્યો છે. છતાં પણ અમે એ આહાર ગ્રહણ કરી શકતા નથી. અતિથિ-સંવિભાગ કરનારો શ્રાવક જો અજ્ઞાનતાથી આહારને સચિત્ત વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254