Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 234
________________ 222 શ્રાવક જીવન હોય છે. જો ગામમાં સાધુ-સાધ્વી ન હોય તો પછી વ્રતધારી શ્રાવક અને શ્રાવિકા ને "અતિથિ” માનીને એમનો સંવિભાગ કરવો જોઈએ. સંવિભાગ : "સંવિભાગ” શબ્દ જૈન દર્શનનો વિશિષ્ટ શબ્દ છે. અતિથિને માત્ર ભાગ આપવાનો નથી. વિભાગ આપવાનો નથી...તેનો "સંવિભાગ” કરવાનો છે. સમ્ ઉપસર્ગ અહીં "સમ્યગુ” અર્થમાં છે. “સમ્યગુ' એટલે સુંદર ! અતિથિને ભોજન, વસ્ત્ર વગેરે જે કંઈ આપવાનું હોય તે સુંદર રીતે આપવાનું હોય છે. પ્રેમથી આપવાનું હોય છે. "અતિથિ સંવિભાગ” વ્રતધારીએ 1. ઉપવાસ કરીને 2. પૌષધ કરીને 3. પારણાના દિવસે એકાસન કરીને 4. વિનયથી સાધુ-સાધ્વીને નિમંત્રણ આપીને પ. તેમનું પ્રિય શબ્દો દ્વારા સ્વાગત કરીને 6. તેમને આહાર-પાણી આપવાનાં છે. અને જે આહાર તેઓ ગ્રહણ કરે તે આહાર વ્રતધારી ગ્રહણ કરે છે. તે જ આહારથી તે એકાસણું કરે છે. આ છે - અતિથિ સંવિભાગ દ્રત પાલનની પદ્ધતિ. સભામાંથી અમે સાંભળ્યું છે કે એવા વ્રતધારી સ્ત્રીપુરુષ મુનિરાજને એ બધી જ વસ્તુઓ લેવાનો આગ્રહ કરે છે કે જે વસ્તુઓ તેમને ખાવી હોય છે! મુનિરાજની ઈચ્છા કેટલીક વસ્તુઓ લેવાની હોતી નથી છતાં પણ થોડી થોડી લેવી પડે છે ! મહારાજશ્રી સાચી વાત છે, ન લે તો એ લોકો નારાજ થઈ જાય છે. કહે છે, "મહારાજ સાહેબ, તમે નહીં લો તો અમે ખાઈ નહીં શકીએ..થોડુંક તો લઈ લો...” અને તેઓ લઈ લે છે. આ અમારી કરુણાજન્ય ઉદારતા હોય છે. પરંતુ તમારે લોકોએ વિચારવું જોઈએ કે સહજતાથી, સ્વાભાવિક્તાથી જે આહાર મુનિરાજ ગ્રહણ કરશે તે જ આહાર હું ગ્રહણ કરીશ” એવું કરવાથી "અતિથિ સંવિભાગ” વ્રત કરવામાં વિશેષ આનંદ આવે છે. આ રીતે ઉપવાસ-પૌષધની સાથે "અતિથિ સંવિભાગ” ભલે તમે વર્ષમાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254