Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 228
________________ 216 શ્રાવક જીવન મનુષ્ય જન્મની સફળતાઃ રાજા ગુણસેનને પોતાનો જન્મ સફળ લાગે છે. સફળતાનાં બે કારણો એમણે વિચાર્યો: “મારા જીવનમાં અનાચારોનું, દુરાચારોનું સેવન મેં નથી કર્યું અને મને સદ્ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ !" કેટલી સુંદર વાત બતાવી છે એ રાજર્ષિએ ? જીવનની સફળતાના બે અસાધારણ હેતુઓ છે; અનાચારોનું સેવન ન હોય અને સદ્ધર્મની પ્રાપ્તિ અને પાલન હોય. સભામાંથી સદ્ધર્મની પ્રાપ્તિ તો થઈ ગઈ છે, પરંતુ અનાચારોનું સેવન કરતાં કરતાં તો અમારું જીવન નિષ્ફળ થઈ જશે ને ? મહારાજશ્રીઃ અનાચારોનો ત્યાગ કરવાનું સત્ત્વ હોવું આવશ્યક છે, અનાચાર સેવનથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ હેય છે. તુચ્છ છે. એ વાત મનને સમજાવો. અનાચાર સેવન દુગતિમાં લઈ જઈ શકે છે. હા, એક રસ્તો છે બચવા માટેનો. અનાચારોનું સેવન કરવાનું દુખ હોય દયમાં કે "હું કેટલો નિસત્ત્વ અને કાયર છું કે હું આ અનાચારોનો, દુરાચારોનો ત્યાગ કરી શકતો નથી? આ પાપોનું મારે સેવન ન કરવું જોઈએ." પાપોનું સેવન કર્યા પછી ખુશી ન થવું જોઈએ. પરંતુ પશ્ચાત્તાપ થવો જોઈએ, તો જ દુર્ગતિથી બચી શકશો. અગ્નિશમાં સાથે મૈત્રીભાવ: ગુણસેન અંતમાં અગ્નિશમને યાદ કરે છે. ત્રણ-ત્રણ માસ ખમણના પારણા માટે. અગ્નિશમને નિમંત્રણ આપ્યું, પરંતુ પારણું કરાવી શક્યો ન હતો. એનાથી અગ્નિશમએ આજીવન અનશન કરી નાખ્યું. રાજાએ ગુણસેન પ્રત્યે ઘોર વેરભાવ બાંધી લીધો હતો. એનાથી રાજા ગુણસેનનું લ્કય અતિ વ્યથિત હતું. "તે મારા પ્રત્યે કોઈ પણ ભાવ રાખે, હું તેની પ્રત્યે વિશેષ રૂપે મૈત્રીભાવ રાખું છું. કારણ કે પ્રત્યેક જીવ પ્રતિ મારા દયમાં મૈત્રીભાવ જ છે. હું જિનવચનો પ્રત્યે કૃતજ્ઞ છું જીન-વચન મારું શરણું છે.” શુભભાવથી સદ્ગતિ રાજર્ષિ ગુણસેન આ રીતે શુભ વિચારધારામાં રહે છે અને તેમનું મૃત્યુ થાય છે. શરીરનું પિંજર પડી રહે છે અને હંસ ઊડી જાય છે. ગુણસેનનો આત્મા પ્રથમ દેવલોકમાં દેવ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254