________________
જ
.
[ ૮૩ ] પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનીમાનું સં. ૧૮૬૦ માં બંધાવેલું શ્રી ચંદ્રપ્રભપ્રભુનું દેરાસર છે, તેને શિલાલેખ (નં. ૪૯૧) પણ ત્યાં મોજૂદ છે.
એક બાજુ રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલ ચંદ્રપ્રભ પ્રભુનું દેરાસર છે.
- ૧૯ માણેકબાઈની દેરી મેદીની ટૂંકથી નીચે ઉતરવા માંડતાં ૭૫ પગથિયા ઉતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. પર્યટકે એવી દંતકથા કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યા તેની યાદીમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. ખરેખર જોઈએ તે એ દેરીમાં ભગવાનના પ્રતિમાજી છે.
૨૦. અદ્દભુત શ્રી આદિનાથ અહીં વિશાળ ખંડ છે. અને આગળ ઢાંકેલે ચોક છે. ખંડમાં પહાડના પત્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઉંચાઈ ૧૮ ફૂટ છે અને પહોળાઈ ૧૪ ફટ છે. વિશાળકાય પ્રતિમાજી હોવાથી અદ્દભુત શબ્દને અપભ્રંશ થઈ જવાથી અદ્દભુત આદિનાથ દાદાને બદલે અદબદજી દાદા લેકે બેલે છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે, તેને ઉદ્ધાર સં. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે કરાવેલ છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org