Book Title: Shastramaryada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૧૨૪ ]. દર્શન અને ચિંતન દેશ, કાળ, અને સગથી પરિમિત સત્યના આવિર્ભાવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દૃષ્ટિએ એ અશાસ્ત્રો છે. શાસ્ત્રગની પાર ગયેલ સામર્થગની દષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જે મિથ્યા અભિમાન ગળે તે મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યોમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પિતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રના પ્રધાન ઉદેશ છે. સર્જકે અને રક્ષકો શા કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છેરક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષક, સુધારકો અને પુરવણુકારો કરતાં સર્જકે હંમેશાં જ ઓછા હોય છે. સર્જકેમાં પણ બધા સમાન જ કેટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે. પહેલે ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેને આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેને પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને પિતાના પૂજ્ય સ્રષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પોતાના પૂજ્ય અષ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવા પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપ જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે છે, તેને પિતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણી ન પામવા છતાં એકદેશીય ઊડાણ કેળવે છે અને રક્ષકાને બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કોઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્ય રષિઓના અમુક ભાગને મૂળ સર્જન માની પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15