Book Title: Shastramaryada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૧૨૨ ] દર્શન અને ચિંતન –એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જે ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન હોય તે ઉત્તર સરળ છે, અને જે તે હેય તે ઉત્તર કાણું પણ છે. વાત એવી છે કે માણસનો સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા અને મકકમપણું આપે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જે કઈ આસુરી વૃત્તિ ભળી જાય છે તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં બાંધી રાખી તેમાં જ સત્ય—નહિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કોઈ એક જ વાક્ય અગર કોઈ એક જ ગ્રંથને અગર કોઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવત થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા-અસત્યતાની બાબતમાં અગર તો શાસ્ત્રની શ્રેષ્ઠતાને તરતમભાવની બાબતમાં માટે વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પિતે માનેલ શાસ્ત્ર સિવાયનાં બીજાં શાસ્ત્રોને ખોટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા મંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પધીને પિતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નેતરે છે. આ તેફાની વાતાવરણમાં અને સાંકડી મનોવૃત્તિમાં એ તે વિચારવું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખોટાં કે બધાં જ શા સાચાં કે બધાં જ કાંઈ નહિ. આ થઈ ઉત્તર આપવાની કઠિણાઈની બાજુ. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી æા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નને નિડે સહેલાઈથી આવી જાય છે અને તે એ છે કે સત્ય એકને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જે કાળક્રમ વિના અને પ્રકારભેદ, વિના થઈ શકતું હોત તો અત્યાર અગાઉ ક્યારનુંયે સત્યધનનું કામ પતી ગયું હતું, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. સત્યને આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષો પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશોધકેની શેધનો વારસો મળેલ જ હતા. એવો કોઈ પણ મહાન પુણ્ય તમે બતાવી શકશો કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પિતાના પૂર્વવત અને સમસમયવતી બીજા તેવા શોધકની શોધને ડે. પણ વાર ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વ પણે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15