Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ સમર્યાદા [ 135 સમ્મતિમાં જ વધારે દેષ હોવાને સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસ ધ કરવામાં પાપ માની તે ધંધે જાતે ન કરતાં માંસના માત્ર ખેરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલેને ધ ન કરો, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લકાના પાપમાં તમે ભાગીદાર છે જ' તે તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધર્મ હોવાને કારણે, જેનેને એ વાત કહેતાં અચકાશે? નહિ, કદી જ નહિ. એ તો ખુલ્લેખુલ્લું કહેવાનું કે કાં તે ભવ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તે જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લે છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભાગમાં પણ તેટલું જ પાપ લે. જૈન શાસ્ત્ર તમને પિતાની મર્યાદા જણાવશે કે–દેષ કે પાપનો સંબંધ ભગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબધ સાથે નથી.' જે જમાનામાં મજૂરી એ જ રટી છે એવું સુત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેને જાતે ધ કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધમધેલ છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાને વિષય વધારે લાંબે થયા છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમ કે કઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તે એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અ૫સ્વલ્પ જૈન શાસ્ત્રને પરિચય થયો છે અને ચાલુ જમાનાનો અનુભવ મળે છે તે બન્નેની એકવાકથતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હોવા છતાં મારા આદરને પાત્ર અવશ્ય થશે. –પર્યુષણુપર્વનાં વ્યાખ્યાને, 1930 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15