Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ શિયમર્યાદા [ ૧૩૩ અન્ય ધર્મ સમાજમાં મોઢું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય, છતાં પ્રામાણિકપણે પુર્નલગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા ધ્યે જ છૂટકે છે હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નોંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈન સ્મૃતિમાં સ્ત્રીધાતકી ગણશે; કારણ કે, આજે નૈતિક ભાવનાનું બળ, જે ચેર ફેલાઈ રહ્યું છે, તેની અવગણના કરીને જૈન સમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધને સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો જે સવાલ હોવાથી તેનાં વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રોને આધાર શેધ જ હેય તે જૈન સાહિત્યમાંથી મળી શકે તેમ છે. પણ એ ધની મહેનત કર્યા કરતાં “ધ્રુવ જૈનત્વ” અર્થાત સમભાવ અને સત્ય કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધબેસે અને જૈન સમાજને જીવન અર્પે એવી લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિશે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઊભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થયેલ પરંપરા મહાવીરે ફેંકી દીધી, તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યું. ત્યવાસી ગયા પણ સમાજે બીજી સંસ્થા ભાગી જ લીધી. જતિઓના દિવસો ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુઓ આવીને ઊભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા અને અર્થ એ કદી નથી કે સાચા જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચે ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતું નથી. ત્યારે ગુરુઓને ફેંકી દેવાને અર્થ શો ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન ગુરુઓને લીધે પિવાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરે. આ અસહકારના અચિંતાપ વખતે સાચા ગુરએ તે કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અગર તે બળીને ભરમ થશે. પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરૂર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર માર્ગદર્શકની જરૂર છે) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ ટકે છે. અલબત્ત, જે ગુરુસંસ્થામાં કઈ ભાઈને લાલ એકાદ પણ સાચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15