Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ શારામર્યાદા [૨૩ અને રાજકર્મચારી પણ પિતાના કાર્યક્ષેત્રમાં રહ્યા છતે સાચું જૈનત્વ જાળવી શકે છે તે આજની રાજકરણી સમસ્યાનો ઉત્તર પણ એ જ છે; એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હૃદયમાં પ્રકટયું હોય તો) કશે જ વિરોધ નથી. અલબત્ત, અહીં ત્યાગીવર્ગમાં ગણાતા જૈનત્વની વાત વિચારવી બાકી રહે છે. ત્યાર્થીવર્ગને રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી ક૯૫ના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તત્ત્વ જ નથી, અને રાજપ્રકરણ પણ સમભાવવાળું હોઈ જ ન શકે એવી માન્યતા રૂઢ થઈ છે; પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જે પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હેય તો તે દરેક જગાએ શુદ્ધિ આણું અને સાચવી શકે છે, અને જે એ પિતે જ શુદ્ધ ન હોય તે ત્યાગીવર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જૈનેને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા? તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યક્તિ ખરેખર જૈન મળી આવવાનો સંભવ હોય તે આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથીયે વધારે સારા ગુણજૈનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિએ ક્યાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જૈન વર્ગો પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમાચિત ભાગ લેવાના દાખલાઓ જૈનસાધુસંધના ઇતિહાસમાં કયાં ઓછા છે? ફેર હોય તે એટલે જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવને અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી, જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપોગી થઈ શકે તેમ નથી. એટલે જે નિતિક ભાવના અને અર્પણત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તે ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ જૈનને, તેના જૈનત્વને જરા પણ બાધ ન આવે અને ઊલટું વધારે પિષણ મળે એવી રીતે કામ કરવાનો રાષ્ટ્રીય તેમ જ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે એ વાત ખરી, પણ વિશ્વની સાથે પિતાને મેળ હોવાને દા કરનાર જનધર્મ માટે તે રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઊલટું, આજે તે એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જૈનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ ) સાથે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્યો અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય, પણ જે જૈનત્વદૃષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તે તે બધું શુદ્ધ જ હોવાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15