Page #1
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમર્યાદા
[ ૧૯ ]
શાસ્ત્ર એટલે શું ?
વિષયનું,
જે શિક્ષણ આપે એટલે કે જે કાઈ વિષયની માહિતી અને અનુભવ આપે તે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહુત્ત્વનું. આમ મહત્ત્વને આધાર ઊંડાણુ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાના આધાર તેા તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હ્રાય, ઊંડી હાય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જો દૃષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હેાય તે તે શાસ્ત્ર ફરતાં તે જ ઘેાડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય શબ્દમાં શાસ્ર્ અને ત્ર એવા એ શબ્દો છે. શબ્દોમાંથી અર્થ અતિજનૂની રીતને આગ્રહ છેડવા ન જ હાય शास् એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા અને ત્ર શબ્દ ત્રાણુશક્તિના ભાવ સૂચવે છે. શાસ્ત્રની આડે રસ્તે જતાં અટકાવી માણસને અચાવી લેવા અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાણુશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તા ઊંડાણ ઉપર અવલ ંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકદર રીતે વિચારતાં ચેાખ્યુ એ ફલિત થાય છે કે જે કાઇ પણ વિષયની સાચી માહિતી અને સાચા અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાનું તેઈ એ.
તો એમ પાડવાને
કહેવું ભાવ
સૂચવે છે, ત્રાણુશક્તિ એટલે
બીજું શાસ્ત્ર
છે.
શાસ્ત્ર
આવું શાસ્ત્ર તે કર્યુ ?
ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે! કાઈ ને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે; કારણ કે, કાઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જન્મ્ય કે જેની માહિતી અને અનુભવ કાઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હાય કે જેની વિરુદ્ધ કાઈ ને કદીયે કહેવાને પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કઈ પણ છે કે નહિ ?
ઘટાવવાની
જોઈ એ કે
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
દર્શન અને ચિંતન –એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જે ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન હોય તે ઉત્તર સરળ છે, અને જે તે હેય તે ઉત્તર કાણું પણ છે. વાત એવી છે કે માણસનો સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા અને મકકમપણું આપે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જે કઈ આસુરી વૃત્તિ ભળી જાય છે તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં બાંધી રાખી તેમાં જ સત્ય—નહિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કોઈ એક જ વાક્ય અગર કોઈ એક જ ગ્રંથને અગર કોઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવત થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા-અસત્યતાની બાબતમાં અગર તો શાસ્ત્રની શ્રેષ્ઠતાને તરતમભાવની બાબતમાં માટે વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પિતે માનેલ શાસ્ત્ર સિવાયનાં બીજાં શાસ્ત્રોને ખોટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા મંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પધીને પિતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નેતરે છે. આ તેફાની વાતાવરણમાં અને સાંકડી મનોવૃત્તિમાં એ તે વિચારવું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખોટાં કે બધાં જ શા સાચાં કે બધાં જ કાંઈ નહિ.
આ થઈ ઉત્તર આપવાની કઠિણાઈની બાજુ. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી æા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નને નિડે સહેલાઈથી આવી જાય છે અને તે એ છે કે સત્ય એકને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જે કાળક્રમ વિના અને પ્રકારભેદ, વિના થઈ શકતું હોત તો અત્યાર અગાઉ ક્યારનુંયે સત્યધનનું કામ પતી ગયું હતું, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. સત્યને આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષો પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશોધકેની શેધનો વારસો મળેલ જ હતા. એવો કોઈ પણ મહાન પુણ્ય તમે બતાવી શકશો કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પિતાના પૂર્વવત અને સમસમયવતી બીજા તેવા શોધકની શોધને ડે. પણ વાર ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વ પણે તે
Page #3
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમર્યાદા
[ ૧૧૩
સત્ય પ્રકટાવ્યું હોય ? આપણે સહેજ પણ વિચારીશું તે માલૂમ પડશે કે કાઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પોતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઊભા રહીને જ, પોતાની દૃષ્ટિ પ્રમાણે અગર તા પોતાની પરિસ્થિતિને અધમેસે એવી રીતે, સત્યનો આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જો ફેંકી દેવા જેવી ન હાય તો એમ કહેવુ' જોઈ એ કે કાઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષ્યમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા શોધ ચલાવનાર વ્યક્તિની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિને! સરવાળા. આ પ્રતીતિ જે સાગામાં અને જે ક્રમે જન્મી હોય ને સગે પ્રમાણે તે જ ક્રમે ગેટથી લઈ એ તા . એ તે વિષયનું સળંગ શાસ્ત્ર અને અને એ બધી જ ત્રૈકાલિક પ્રતીતિએ ક આવિર્ભાવામાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તે તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવુ હોય તા એટલા જ અર્થમાં કહેવું જોઈ એ કે તે પ્રતીતિના મચ્છુકા પણ એક અખંડ શાસ્ત્રના અંશ છે, પણ એવા કાઈ અ ંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તો તે ખોટું જ છે. જો આ મુદ્દામાં વાંધો લેવા જેવુ ન હેાય—હું તે નથી જ લેતે—તા આપણે નિખાલસ લિથી બૂલ કરવુ જોઈ એ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમો, માત્ર ઔદ્ધ પિટકા, માત્ર અવેસ્તા, માત્ર ખાઈઅલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિ એ પોતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભૌતિક વિષય પરત્વે, અગર તો સામાજિક વિષય પરત્વે એક અખંડ વૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમ જ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તા અખંડ સત્યની દેશ, કાળ, અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદીજુદી બાજુએ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કાઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણા મનમાં ઊતરે—અને ઉતારવાની જરૂર તે છે જ—તે આપણે પેાતાની વાતને વળગી રહેવા છતાં ખીન્દ્રને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈ એ. પોતાના માની લીધેલ સત્યને ખરાબર વકાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિ`મત હાય તેથી વધારે આંકી અધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તે જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકાનાં મથતા કાં તો બધાં જ શાઓ છે, કાં તો બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તે એ કાંઈ જ નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ].
દર્શન અને ચિંતન દેશ, કાળ, અને સગથી પરિમિત સત્યના આવિર્ભાવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દૃષ્ટિએ એ અશાસ્ત્રો છે. શાસ્ત્રગની પાર ગયેલ સામર્થગની દષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જે મિથ્યા અભિમાન ગળે તે મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યોમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પિતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રના પ્રધાન ઉદેશ છે. સર્જકે અને રક્ષકો
શા કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છેરક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષક, સુધારકો અને પુરવણુકારો કરતાં સર્જકે હંમેશાં જ ઓછા હોય છે. સર્જકેમાં પણ બધા સમાન જ કેટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે. પહેલે ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેને આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેને પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને પિતાના પૂજ્ય સ્રષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પોતાના પૂજ્ય અષ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવા પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપ જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે છે, તેને પિતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણી ન પામવા છતાં એકદેશીય ઊડાણ કેળવે છે અને રક્ષકાને બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કોઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્ય રષિઓના અમુક ભાગને મૂળ સર્જન માની પ્રસ્તુત
Page #5
--------------------------------------------------------------------------
________________
શાસમર્યાદા
[ ૧૫
વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મ`ત્રવેદ્ના બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકા છે, અને ઉપનિષદો, જૈન આગમા, ઔદ્ધ પિટકા, ગીતા, સ્મૃતિ, અને ખીજા તેવા ગ્રંથે! એ બીજા. પ્રકારના રક્ષકા છે; કારણ કે, બ્રાહ્મણુગ્રંથોને અને પૂર્વમીમાંસાને મત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજ બૂત કરી લોકાની તે ઉપરની શ્રદ્દાને સાચવવાની જ છે. કાઈ પણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા ભ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષાને મવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટુ, ઉમેરવાને વિચારી જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકા રે, આગમકારા, પિટકકારા વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવા, ઉમેરવા જેવા અને વિકસાવવા જેવા લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેદવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે.
નવા અને જૂના વચ્ચે કુન્દ્ર
ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે વિચારના સંધર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંધ અનથ કારી લાગે છે, પણ એ સંબને પરિણામે જ સત્યને આવિર્ભાવ આગળ વધે છે. ક્રાઈ પુષ્ટ વિચારક કે સમર્થ સ્રષ્ટા એ જ સંધમાં જન્મ લે છે, અને તે. ચાલ્યાં આવતાં શાસ્ત્રીય સત્યામાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકાને ચમકાવી મૂકે છે, અને બધા જ લાકે કે લોકાના મોટા ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ રાો તેમ જ ભાવનાના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જ કનું માથુ ફાડવા તૈયાર થાય છે. એક બાજુએ. વિરાધીઓની પલટણ અને બીજી બાજુ નવે આગન્તુક એકલો. વિરાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રોમાં કયાં છે? ' વળી તે બિચારા કહે છે કે ' જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.’ આ બિચારા શ્રદ્વાળુ હતાં એક આંખવાળા વિરાધીઓને પેલા આગતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી ભુતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અદૃષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાને નવા થર આવે છે અને વળી એ ના થર વખત જતાં જૂના
(
K
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૨૬ !
દર્શન અને ચિંતન
થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતો, અગર ઊલટે બાધક થાય છે, ત્યારે વળી નવા જ અષ્ટાએ અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણાં જૂની થઈ ગયેલી વિચાર અને ભાવનાઓ ઉપર ન થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે સ્વતંત્ર શબ્દ - સરજવા પડતા હોત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તો જૂના અને નવા વચ્ચે દૂધ ( વિધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લેકાની મક્કમતા અને નવા આગંતુ કની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિરોધ વિકાસનું જ રૂપ પકડે છે. જેન કે બૌદ્ધ મૂળ શાસ્ત્રને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇન્દ્ર, વરુણ, ઋત, તપ, સંત, અસત્, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની ભાવના અને ઉપાસના લે; અને ઉપનિષદમાં દેખાતી એ જ શબદોમાં આપાયેલી ભાવના તથા ઉપાસના લે. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, ગ, ભાગ વગેરે શબ્દ પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવના સાથે તેમ જ આ યુગમાં દેખાતી એ શબ્દ ઉપર આપાયેલી ભાવના સાથે સરખા તે છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યલોકોના માનસમાં કેટલે ફેર પડ્યો છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડયો નથી કે વગર વધે અને વગર વિધ વિકાસક્રમમાં સ્થાન પામ્યું નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા ને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચાર અને સર્જકે પિતાની ભાવનાના હડા વડે જૂના શબ્દોની એરણ ઉપર જૂના લેકાના માનસને નવા ઘાટ આપે છે. હથેડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા-જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
શામયોદા
[૧૨૭
વર્તમાન યુગ
આ જમાનામાં ઝપાટાબંધ ઘણું ભાવનાઓ અને વિચારણા નવા જ રૂપમાં આપણું આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાઓ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારે મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખોટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળ પણ વર્ગ નાનોસૂને નથી. આ સંજોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. સર્જક અને રક્ષકા મનુષ્યજાતિનાં નૈસર્ગિક ફળ છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું દૂધ એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકાવવાનું અનિવાર્ય અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું? એ બે મુદ્દાઓ દષ્ટિના વિકાસ માટે અથવા એમ કહે કે નવા-જૂનાની અથડામણીના દધિમંથનમાંથી આપોઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચા છે. આ ચાર મુદ્દાઓ તો અત્યારના યુગની વિચારણાઓ અને ભાવનાઓ સમજવા માટે માત્ર પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈએ અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઈ છે અને તેને ઉકેલ શક્ય છે કે નહિ અને શક્ય હોય તો તે કઈ રીતે શક્ય છે?
૧. માત્ર કુળ પરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી ડું ઘણું આવ્યું હોય તો તેને માટે સુધાં પ્રશ્ન એ છે કે તેવો માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લેવા નહિ અને લે તે કઈ રીતે લે? કારણ કે, તે માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તો સ્વાર્થ તેમ જ સંકુચિત ભાવનાનું ફળ છે, અને ખરું જૈનત્વ એ તે એની પરની વસ્તુ છે, એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યો અને રાજકીય ચળવળોમાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજને પેચીદો સવાલ છે-ગૂઢ પ્રશ્ન છે.
૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાઓ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરૂ વચ્ચેના સંબંધેની બાબતમાં આજકાલ જે વિચારે બળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને મેર ઘર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકે છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારોને
Page #8
--------------------------------------------------------------------------
________________
૧ર૮]
દર્શન અને ચિંતન મેળ છે કે નહિ, કે જાના વિચારે સાથે જ ખરા જૈનત્વને સંબંધ છે? જે નવા વિચારોને શાસ્ત્રને ટેકે ન હોય અને તે વિચારે વિના જીવવું સમાજ માટે અશક્ય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારેને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દેહવા? કે એ વિચારોનું નવું શાસ્ત્ર રચી. જૈન શાસ્ત્રમાં વિકાસ કરે? કે એ વિચારોને સ્વીકારવા કરતાં જૈન સમાજની હસ્તી મટવાને કીમતી ગણવું
૩. મેક્ષને પંથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જે અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસંસ્થારૂપ સુભૂમચક્રવતીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તે શું એ દેવોએ પાલખી ફેંકી ખસી. જવું, કે પાલખી સાથે ડૂબી જવું, કે પાલખી અને પિતાને તારે એ. કઈ માર્ગ શોધવા ભવું ? જે એ માર્ગ ન સૂઝે તે તે માર્ગે જૂના જૈન શાસ્ત્રમાં છે કે નહિ અગર તો આજ સુધીમાં કેઈએ અવલંબેલે છે કે નહિ, એ જેવું ?
૪. ધંધા પર પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા જૈનત્વ સાથે બંધબેસે અને ક્યા કયા ધંધા જૈનત્વના ઘાતક બને ? શું ખેતીવાડી, લુહારી સતારી અને ચામડીને લગતાં કામ, દાણદૂણીના વ્યાપાર અને વહાણવટું, સિપાહીગીરી, સાંચાકામ વગેરે જૈનવના બાધક છે ? અને ઝવેરાત, કાપડ, દલાલી, સો, મિલમાલિકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વને બાધક નથી. અગર ઓછા બાધક છે ?
ઉપર આપેલા ચાર પ્રશ્નો તો અનેક એવા પ્રશ્નોમાંની વાનગીમાત્ર છે. એટલે આ પ્રશ્નોને ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હેય તે બીજા પ્રશ્નોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. ઓછાવત્તા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઊભા. થયેલા આપણે જૈન શાસ્ત્રના ઇતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિશેના આપણું અજ્ઞાનમાં રહેલું છે.
જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટીલા ટપકાંનું જૈનત્વ જાણે-અજાણે જીવન ઉપર લદાયેલું હોય
Page #9
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમર્યાદા
[૧૨૯ અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય, ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતા. એ જ રીતે જીવનમાં એઠુવતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલું ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવાં ક્ષેત્રોમાં ઊભા થતા કોયડાઓને ઉકેલવાની તેમ જ વાસ્તતિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળીઓ ઉપાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતું. તેથી જરૂરનું એ છે કે સાચું જૈનત્વ શું છે એ સમજી જીવનમાં ઉતારવું અને બધાં જ ક્ષેત્રમાં ઊભી થતી મુશ્કેલીઓને નિકાલ કરવા માટે જૈનત્વને શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી.
હવે આપણે જોઈએ કે સાચું જૈનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રોગ વડે ઉપરના પ્રશ્નોને અવિરોધી નિકાલ કેવી રીતે આવી શકે ? આવું જૈનત્વ એટલે સમભાવ અને સત્યદષ્ટિ, જેને જૈન શાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાન્તદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે, અથવા તો પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજજવળ કરે છે, જ્યારે બીજું દૃષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તે એમ કહેવું જોઈએ કે જીવનની તૃષ્ણાને અભાવ અને એકદેશીય દૃષ્ટિને અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. જેણે ખરું જૈનત્વ પૂર્ણપણે અગર તે ઓછાવત્તા પ્રમાણમાં સાયું હોય તેવી વ્યક્તિઓના સમાજ બંધાતા જ નથી, અને બંધાય તો પણ તેમને માર્ગ એ નિરાળો હોય છે કે તેમાં અથડામણુઓ જ ઊભી થતી નથી, અને થાય છે તે સત્વર તેને નિકાલ આવી જાય છે.
જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાંગાંડ્યાં દરેક કાળમાં હોય છે તે તો જે છે જ, અને એવા જૈનેના શિષ્યો અગર પુત્ર–જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજો અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા–જૈનસમાજનાં અંગ છે. ગુણજેને વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ધડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિસંવાદ નથી હોતો,
જ્યારે સામાજિક જેમાં એથી ઊલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનેના વ્યવહારવારસામાંથી જ ઊતરી આવેલ હોય છે, પણ તેમનામાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
દર્શન અને ચિંતન આંતરિક વિકાસને છાંટોય નથી છે. તેઓ તો જગતના બીજા મનુષ્યો જેવો જ ભગતૃષ્ણાવાળા અને સાંકડી દૃષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસ વાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઊભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત ધારણ કર્યું હય, ગુફા પસંદ કરી હેય, ઘર અને પરિવારને ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય —એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હેઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી; પણું ગળા સુધી ભગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છોડી જંગલમાં દેડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા રંગ સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે.
રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકારણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જૈનત્વ એ ત્યાગી અને ગૃહસ્થ એમ એ વર્ગમાં વહેંચાયેલું છે. ગૃહસ્થ–જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમ જ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારેમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાએ તથા રાજ્યના મુખ્ય અમલદારેમાં જૈનત્વ આણવાને અગર ચાલ્યા આવતા જૈનવને ટકાવવાનું ભગીરથ પ્રયત્ન જૈનાચાર્યોએ સેવ્યું હતું, તે પછી આજે રાષ્ટ્રીયતા અને જૈનત્વ વચ્ચે વિધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજકરણ એ બધું કાંઈ મનુષ્યતીત કે લે કાત્તર ભૂમિનું હતું? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું, કે શું તે વખતના રાજકારણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અમિતા જેવી કોઈ વસ્તુ જ નહતી ? શું તે વખતને રાજ્યકતીઓ ફક્ત વીતરાગદૃષ્ટિ અને વસુધૈવ કુટુભૂતી ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોને ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબી ગૃહસ્થ-જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગ્રહવ્યવહાર ચલાવી શકે છે, મોભા અને વિભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પોતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા
Page #11
--------------------------------------------------------------------------
________________
શારામર્યાદા
[૨૩ અને રાજકર્મચારી પણ પિતાના કાર્યક્ષેત્રમાં રહ્યા છતે સાચું જૈનત્વ જાળવી શકે છે તે આજની રાજકરણી સમસ્યાનો ઉત્તર પણ એ જ છે; એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હૃદયમાં પ્રકટયું હોય તો) કશે જ વિરોધ નથી. અલબત્ત, અહીં ત્યાગીવર્ગમાં ગણાતા જૈનત્વની વાત વિચારવી બાકી રહે છે. ત્યાર્થીવર્ગને રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી ક૯૫ના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તત્ત્વ જ નથી, અને રાજપ્રકરણ પણ સમભાવવાળું હોઈ જ ન શકે એવી માન્યતા રૂઢ થઈ છે; પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જે પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હેય તો તે દરેક જગાએ શુદ્ધિ આણું અને સાચવી શકે છે, અને જે એ પિતે જ શુદ્ધ ન હોય તે ત્યાગીવર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જૈનેને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા? તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યક્તિ ખરેખર જૈન મળી આવવાનો સંભવ હોય તે આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથીયે વધારે સારા ગુણજૈનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિએ ક્યાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જૈન વર્ગો પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમાચિત ભાગ લેવાના દાખલાઓ જૈનસાધુસંધના ઇતિહાસમાં કયાં ઓછા છે? ફેર હોય તે એટલે જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવને અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી, જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપોગી થઈ શકે તેમ નથી. એટલે જે નિતિક ભાવના અને અર્પણત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તે ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ જૈનને, તેના જૈનત્વને જરા પણ બાધ ન આવે અને ઊલટું વધારે પિષણ મળે એવી રીતે કામ કરવાનો રાષ્ટ્રીય તેમ જ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે એ વાત ખરી, પણ વિશ્વની સાથે પિતાને મેળ હોવાને દા કરનાર જનધર્મ માટે તે રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઊલટું, આજે તે એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જૈનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ ) સાથે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્યો અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય, પણ જે જૈનત્વદૃષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તે તે બધું શુદ્ધ જ હોવાનું.
Page #12
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન
બીજે પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંઅંધ વિશે છે. આ આખતમાં જાણવું જોઈ એ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાધીરને જો કાંઈ પેાતાની સાધનામાંથી આપવા જેવું જણાયું. હતું તે તે ઐકાંતિક ત્યાગ જ હતા, પણ એવા ત્યાગના ઈચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહેાંચી ન શકે, એ લેકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તે ઉમેદવારના આછા કે વતા. ત્યાગમાં સંમત થઈ ‘મા મિત્રંનાર્ ?- ૧ અ ન ફેર-એમ કહી સંમત થતા ગયા અને આકીની ભોગવ્રુત્ત અને સામાજિક મર્યાદાઓનુ નિયમન કરનારાં શાસ્ત્રો તેા તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણુ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લેાકા આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ લડાશે. દેશકાળ પ્રમાણે લાકા પાતાની ભાગમર્યાદા માટે નવા નિયમા, નવા વ્યવહારા ધડશે; જૂનામાં ફેરફાર કરશે અને ધૃણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિમાં ભગવાન પડવા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત ત્યાગના છે. લૌકિક નિયમાનુ ચક્ર તેની આજુબાજી, ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ર્યો કરે એટલું જ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધમ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયા અને ફેલાતા ગયે. ત્યારે તેણે લૌફિક નિયમેવાળાં ભાગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષોમાં સમાજને જીવતા રાખ્યું તે જ ન્યાય સમાજને જીવતા રહેવા હાથ ઊંચા કરી કહે છે કે—‘તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જે અને પછી સમયાનુસારી સ્મૃતિ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગના ડાળ તું કરીશ તો જરૂર મરીશ, અને પોતાની ભાગમર્યાદાને અધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની એછી છે અથવા એકને પોતાની વૃત્તિએ તૃપ્ત કરવાને ગમે તે રીતે હુ છે અને બીજાને ત્તિના ભાગ બનવાનેા જન્મસિદ્ધ હક્ક છે, એમ કદી ન માનો.' સમાજધમ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિ એ સદાકાળ એકસરખી હૈતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભાગમર્યાદાવાળાં વિધાના કર્યાં છે. હવેની જૈન સ્મૃતિઓમાં ચાસઠ હજાર તે શું પણ એ સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તે જ જૈનસમાજ માનભેર
૧૩૨
Page #13
--------------------------------------------------------------------------
________________
શિયમર્યાદા
[ ૧૩૩ અન્ય ધર્મ સમાજમાં મોઢું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય, છતાં પ્રામાણિકપણે પુર્નલગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા ધ્યે જ છૂટકે છે હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નોંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈન સ્મૃતિમાં સ્ત્રીધાતકી ગણશે; કારણ કે, આજે નૈતિક ભાવનાનું બળ, જે ચેર ફેલાઈ રહ્યું છે, તેની અવગણના કરીને જૈન સમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધને સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો જે સવાલ હોવાથી તેનાં વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રોને આધાર શેધ જ હેય તે જૈન સાહિત્યમાંથી મળી શકે તેમ છે. પણ એ
ધની મહેનત કર્યા કરતાં “ધ્રુવ જૈનત્વ” અર્થાત સમભાવ અને સત્ય કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધબેસે અને જૈન સમાજને જીવન અર્પે એવી લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે.
ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિશે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઊભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થયેલ પરંપરા મહાવીરે ફેંકી દીધી, તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યું. ત્યવાસી ગયા પણ સમાજે બીજી સંસ્થા ભાગી જ લીધી. જતિઓના દિવસો ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુઓ આવીને ઊભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા અને અર્થ એ કદી નથી કે સાચા જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચે ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતું નથી. ત્યારે ગુરુઓને ફેંકી દેવાને અર્થ શો ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન ગુરુઓને લીધે પિવાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરે. આ અસહકારના અચિંતાપ વખતે સાચા ગુરએ તે કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અગર તે બળીને ભરમ થશે. પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરૂર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર માર્ગદર્શકની જરૂર છે) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ ટકે છે. અલબત્ત, જે ગુરુસંસ્થામાં કઈ ભાઈને લાલ એકાદ પણ સાચે
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩૪૩
દર્શીન અને ચિંતન
ગુરુ હયાત રો તો આવા સખત પ્રયાગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાથી અચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષામાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિં સાનું તત્ત્વ સમજાવી શકશે અગર તા પોતાના અહિંસાખળે તેવી પરિષદોના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આકર્ષી શકશે તેજ હવે પછી ખરા જૈન ગુરુ થઈ શકશે. હવેનુંસાંકડુ જગત પ્રથમની અલ્પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે. તે કાઈ નાત, જાત, સંપ્રદાય, પરપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઊભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તા. તેમના અને જૈન સમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહ્કાર કરવા એ એક જ માગ રહે છે. જો આવે ભાગ લેવાની પરવાનગી જૈન શાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તોપણ તે સુલભ છે.. ગુલામત્તિ નવુ સરતી નથી અને જૂતું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે લય અને લાલચની સેના હોય છે. જેને સદ્ગુણ્ણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિના બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને *, વિચારવું ઘટે.
ધંધા પરત્વેના છેલ્લા પ્રશ્નના સબંધમાં જૈન શાસ્ત્રની મર્યાદા બહુ જ ટૂંકી અને ટચ છતાં સાથેા ખુલાસા કરે છે, અને તે એ છે કે—જે ચીજને ઉપભાગ ધČવિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજનો ધંધો પણ ધર્મ અને નીતિવિરુદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈન પર ંપરા માટે વર્જ્ય લેખાયાં છે. તો તેને ધંધો પણ તેટલે જ નિષેધપાત્ર છે. અમુક ચીજના ધંધા સમાજ ન કરે તો તેણે તેને ઉપભોગ પણ ાડવા જ. ોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતુા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકેા ૫ન્ન, વસ્ત્ર આદિ અધું નિપજાવતા અને તેના ધંધા પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બધે અને પોતાની કન્યાને ખીજા સાથે પરણાવવામાં ધનાશ જુએ એ કાં તો ગાંડા હોવા જોઈએ અને ડાહ્યો હાય તા જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતા ન જહાવા જોઈ એ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યંત્રા જથાબંધ વાપરે તે માજીસ દેખીતી રીતે તેવા ધંધાના ત્યાગ કરતા હશે તે અને અર્થ એ જ કે તેબીજા પાસે તેવા ધંધા કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે. અને કરાવવામાં તેમ જ સમ્મતિ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં
આપવામાં આ
દોષ છે એવું કાંઈ નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને
'
Page #15
--------------------------------------------------------------------------
________________ સમર્યાદા [ 135 સમ્મતિમાં જ વધારે દેષ હોવાને સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસ ધ કરવામાં પાપ માની તે ધંધે જાતે ન કરતાં માંસના માત્ર ખેરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલેને ધ ન કરો, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લકાના પાપમાં તમે ભાગીદાર છે જ' તે તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધર્મ હોવાને કારણે, જેનેને એ વાત કહેતાં અચકાશે? નહિ, કદી જ નહિ. એ તો ખુલ્લેખુલ્લું કહેવાનું કે કાં તે ભવ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તે જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લે છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભાગમાં પણ તેટલું જ પાપ લે. જૈન શાસ્ત્ર તમને પિતાની મર્યાદા જણાવશે કે–દેષ કે પાપનો સંબંધ ભગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબધ સાથે નથી.' જે જમાનામાં મજૂરી એ જ રટી છે એવું સુત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેને જાતે ધ કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધમધેલ છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાને વિષય વધારે લાંબે થયા છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમ કે કઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તે એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અ૫સ્વલ્પ જૈન શાસ્ત્રને પરિચય થયો છે અને ચાલુ જમાનાનો અનુભવ મળે છે તે બન્નેની એકવાકથતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હોવા છતાં મારા આદરને પાત્ર અવશ્ય થશે. –પર્યુષણુપર્વનાં વ્યાખ્યાને, 1930