SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શામયોદા [૧૨૭ વર્તમાન યુગ આ જમાનામાં ઝપાટાબંધ ઘણું ભાવનાઓ અને વિચારણા નવા જ રૂપમાં આપણું આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાઓ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારે મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખોટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળ પણ વર્ગ નાનોસૂને નથી. આ સંજોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. સર્જક અને રક્ષકા મનુષ્યજાતિનાં નૈસર્ગિક ફળ છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું દૂધ એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકાવવાનું અનિવાર્ય અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું? એ બે મુદ્દાઓ દષ્ટિના વિકાસ માટે અથવા એમ કહે કે નવા-જૂનાની અથડામણીના દધિમંથનમાંથી આપોઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચા છે. આ ચાર મુદ્દાઓ તો અત્યારના યુગની વિચારણાઓ અને ભાવનાઓ સમજવા માટે માત્ર પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈએ અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઈ છે અને તેને ઉકેલ શક્ય છે કે નહિ અને શક્ય હોય તો તે કઈ રીતે શક્ય છે? ૧. માત્ર કુળ પરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી ડું ઘણું આવ્યું હોય તો તેને માટે સુધાં પ્રશ્ન એ છે કે તેવો માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લેવા નહિ અને લે તે કઈ રીતે લે? કારણ કે, તે માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તો સ્વાર્થ તેમ જ સંકુચિત ભાવનાનું ફળ છે, અને ખરું જૈનત્વ એ તે એની પરની વસ્તુ છે, એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યો અને રાજકીય ચળવળોમાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજને પેચીદો સવાલ છે-ગૂઢ પ્રશ્ન છે. ૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાઓ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરૂ વચ્ચેના સંબંધેની બાબતમાં આજકાલ જે વિચારે બળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને મેર ઘર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકે છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249170
Book TitleShastramaryada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size288 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy