Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ શાસ્ત્રમર્યાદા [૧૨૯ અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય, ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતા. એ જ રીતે જીવનમાં એઠુવતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલું ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવાં ક્ષેત્રોમાં ઊભા થતા કોયડાઓને ઉકેલવાની તેમ જ વાસ્તતિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળીઓ ઉપાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતું. તેથી જરૂરનું એ છે કે સાચું જૈનત્વ શું છે એ સમજી જીવનમાં ઉતારવું અને બધાં જ ક્ષેત્રમાં ઊભી થતી મુશ્કેલીઓને નિકાલ કરવા માટે જૈનત્વને શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી. હવે આપણે જોઈએ કે સાચું જૈનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રોગ વડે ઉપરના પ્રશ્નોને અવિરોધી નિકાલ કેવી રીતે આવી શકે ? આવું જૈનત્વ એટલે સમભાવ અને સત્યદષ્ટિ, જેને જૈન શાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાન્તદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે, અથવા તો પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજજવળ કરે છે, જ્યારે બીજું દૃષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તે એમ કહેવું જોઈએ કે જીવનની તૃષ્ણાને અભાવ અને એકદેશીય દૃષ્ટિને અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. જેણે ખરું જૈનત્વ પૂર્ણપણે અગર તે ઓછાવત્તા પ્રમાણમાં સાયું હોય તેવી વ્યક્તિઓના સમાજ બંધાતા જ નથી, અને બંધાય તો પણ તેમને માર્ગ એ નિરાળો હોય છે કે તેમાં અથડામણુઓ જ ઊભી થતી નથી, અને થાય છે તે સત્વર તેને નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાંગાંડ્યાં દરેક કાળમાં હોય છે તે તો જે છે જ, અને એવા જૈનેના શિષ્યો અગર પુત્ર–જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજો અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા–જૈનસમાજનાં અંગ છે. ગુણજેને વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ધડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિસંવાદ નથી હોતો, જ્યારે સામાજિક જેમાં એથી ઊલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનેના વ્યવહારવારસામાંથી જ ઊતરી આવેલ હોય છે, પણ તેમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15