Book Title: Shastramaryada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૧ર૮] દર્શન અને ચિંતન મેળ છે કે નહિ, કે જાના વિચારે સાથે જ ખરા જૈનત્વને સંબંધ છે? જે નવા વિચારોને શાસ્ત્રને ટેકે ન હોય અને તે વિચારે વિના જીવવું સમાજ માટે અશક્ય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારેને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દેહવા? કે એ વિચારોનું નવું શાસ્ત્ર રચી. જૈન શાસ્ત્રમાં વિકાસ કરે? કે એ વિચારોને સ્વીકારવા કરતાં જૈન સમાજની હસ્તી મટવાને કીમતી ગણવું ૩. મેક્ષને પંથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જે અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસંસ્થારૂપ સુભૂમચક્રવતીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તે શું એ દેવોએ પાલખી ફેંકી ખસી. જવું, કે પાલખી સાથે ડૂબી જવું, કે પાલખી અને પિતાને તારે એ. કઈ માર્ગ શોધવા ભવું ? જે એ માર્ગ ન સૂઝે તે તે માર્ગે જૂના જૈન શાસ્ત્રમાં છે કે નહિ અગર તો આજ સુધીમાં કેઈએ અવલંબેલે છે કે નહિ, એ જેવું ? ૪. ધંધા પર પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા જૈનત્વ સાથે બંધબેસે અને ક્યા કયા ધંધા જૈનત્વના ઘાતક બને ? શું ખેતીવાડી, લુહારી સતારી અને ચામડીને લગતાં કામ, દાણદૂણીના વ્યાપાર અને વહાણવટું, સિપાહીગીરી, સાંચાકામ વગેરે જૈનવના બાધક છે ? અને ઝવેરાત, કાપડ, દલાલી, સો, મિલમાલિકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વને બાધક નથી. અગર ઓછા બાધક છે ? ઉપર આપેલા ચાર પ્રશ્નો તો અનેક એવા પ્રશ્નોમાંની વાનગીમાત્ર છે. એટલે આ પ્રશ્નોને ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હેય તે બીજા પ્રશ્નોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. ઓછાવત્તા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઊભા. થયેલા આપણે જૈન શાસ્ત્રના ઇતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિશેના આપણું અજ્ઞાનમાં રહેલું છે. જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટીલા ટપકાંનું જૈનત્વ જાણે-અજાણે જીવન ઉપર લદાયેલું હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15