Book Title: Shastramaryada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૧૨૬ ! દર્શન અને ચિંતન થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતો, અગર ઊલટે બાધક થાય છે, ત્યારે વળી નવા જ અષ્ટાએ અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણાં જૂની થઈ ગયેલી વિચાર અને ભાવનાઓ ઉપર ન થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે સ્વતંત્ર શબ્દ - સરજવા પડતા હોત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તો જૂના અને નવા વચ્ચે દૂધ ( વિધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લેકાની મક્કમતા અને નવા આગંતુ કની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિરોધ વિકાસનું જ રૂપ પકડે છે. જેન કે બૌદ્ધ મૂળ શાસ્ત્રને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇન્દ્ર, વરુણ, ઋત, તપ, સંત, અસત્, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની ભાવના અને ઉપાસના લે; અને ઉપનિષદમાં દેખાતી એ જ શબદોમાં આપાયેલી ભાવના તથા ઉપાસના લે. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, ગ, ભાગ વગેરે શબ્દ પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવના સાથે તેમ જ આ યુગમાં દેખાતી એ શબ્દ ઉપર આપાયેલી ભાવના સાથે સરખા તે છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યલોકોના માનસમાં કેટલે ફેર પડ્યો છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડયો નથી કે વગર વધે અને વગર વિધ વિકાસક્રમમાં સ્થાન પામ્યું નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા ને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચાર અને સર્જકે પિતાની ભાવનાના હડા વડે જૂના શબ્દોની એરણ ઉપર જૂના લેકાના માનસને નવા ઘાટ આપે છે. હથેડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા-જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15