Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૧૩૦ ] દર્શન અને ચિંતન આંતરિક વિકાસને છાંટોય નથી છે. તેઓ તો જગતના બીજા મનુષ્યો જેવો જ ભગતૃષ્ણાવાળા અને સાંકડી દૃષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસ વાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઊભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત ધારણ કર્યું હય, ગુફા પસંદ કરી હેય, ઘર અને પરિવારને ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય —એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હેઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી; પણું ગળા સુધી ભગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છોડી જંગલમાં દેડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા રંગ સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે. રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકારણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જૈનત્વ એ ત્યાગી અને ગૃહસ્થ એમ એ વર્ગમાં વહેંચાયેલું છે. ગૃહસ્થ–જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમ જ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારેમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાએ તથા રાજ્યના મુખ્ય અમલદારેમાં જૈનત્વ આણવાને અગર ચાલ્યા આવતા જૈનવને ટકાવવાનું ભગીરથ પ્રયત્ન જૈનાચાર્યોએ સેવ્યું હતું, તે પછી આજે રાષ્ટ્રીયતા અને જૈનત્વ વચ્ચે વિધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજકરણ એ બધું કાંઈ મનુષ્યતીત કે લે કાત્તર ભૂમિનું હતું? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું, કે શું તે વખતના રાજકારણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અમિતા જેવી કોઈ વસ્તુ જ નહતી ? શું તે વખતને રાજ્યકતીઓ ફક્ત વીતરાગદૃષ્ટિ અને વસુધૈવ કુટુભૂતી ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોને ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબી ગૃહસ્થ-જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગ્રહવ્યવહાર ચલાવી શકે છે, મોભા અને વિભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પોતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15