Book Title: Shastramaryada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ શાસ્ત્રમર્યાદા [ ૧૧૩ સત્ય પ્રકટાવ્યું હોય ? આપણે સહેજ પણ વિચારીશું તે માલૂમ પડશે કે કાઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પોતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઊભા રહીને જ, પોતાની દૃષ્ટિ પ્રમાણે અગર તા પોતાની પરિસ્થિતિને અધમેસે એવી રીતે, સત્યનો આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જો ફેંકી દેવા જેવી ન હાય તો એમ કહેવુ' જોઈ એ કે કાઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષ્યમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા શોધ ચલાવનાર વ્યક્તિની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિને! સરવાળા. આ પ્રતીતિ જે સાગામાં અને જે ક્રમે જન્મી હોય ને સગે પ્રમાણે તે જ ક્રમે ગેટથી લઈ એ તા . એ તે વિષયનું સળંગ શાસ્ત્ર અને અને એ બધી જ ત્રૈકાલિક પ્રતીતિએ ક આવિર્ભાવામાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તે તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવુ હોય તા એટલા જ અર્થમાં કહેવું જોઈ એ કે તે પ્રતીતિના મચ્છુકા પણ એક અખંડ શાસ્ત્રના અંશ છે, પણ એવા કાઈ અ ંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તો તે ખોટું જ છે. જો આ મુદ્દામાં વાંધો લેવા જેવુ ન હેાય—હું તે નથી જ લેતે—તા આપણે નિખાલસ લિથી બૂલ કરવુ જોઈ એ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમો, માત્ર ઔદ્ધ પિટકા, માત્ર અવેસ્તા, માત્ર ખાઈઅલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિ એ પોતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભૌતિક વિષય પરત્વે, અગર તો સામાજિક વિષય પરત્વે એક અખંડ વૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમ જ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તા અખંડ સત્યની દેશ, કાળ, અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદીજુદી બાજુએ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કાઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણા મનમાં ઊતરે—અને ઉતારવાની જરૂર તે છે જ—તે આપણે પેાતાની વાતને વળગી રહેવા છતાં ખીન્દ્રને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈ એ. પોતાના માની લીધેલ સત્યને ખરાબર વકાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિ`મત હાય તેથી વધારે આંકી અધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તે જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકાનાં મથતા કાં તો બધાં જ શાઓ છે, કાં તો બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તે એ કાંઈ જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15