Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ અનુવાદ પ્રસ્તાવના અને વિવેચન સાથે તૈયાર કરીને પીડિત સુખલાલજી તથા પંડિત બેચરદાસજીએ ગુજરાતી વાચકને તે ગ્રંથનો વિષય સમજ સહેલે કરી આપ્યો છે. તેની પહેલી આવૃત્તિ આ ગ્રંથમાળામાં ઈ. સ. ૧૯૭રમાં પ્રસિદ્ધ કરવામાં આપી હતી. પણ ઘણા વખતથી તે અલભ્ય થઈ ગઈ હતી. હવે તેની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે પ્રસંગનો લાભ લઈ પંડિત સુખલાલજીએ સિદ્ધસેન દિવાકરના જીવનકાળને લગતા વિભાગમાં જે કેટલાંક નવીન સંશાધનોને નેધ વગેરે રૂપ ઉમેરી લેવાનું સૂચવ્યું હતું, તે બધું ઉમેરી લેવામાં આવ્યું છે. એ રીતે એ પ્રસ્તાવના એ બાબતમાં અદ્યતન બની છે. વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક બાજુ તરફ નજર રાખવી, એ અનેકાંતદષ્ટિ શબ્દને સીધો અર્થ છે. બૌદ્ધ દર્શનમાં તેને મળતે મધ્યમ પ્રતિપદા – મધ્યમમાર્ગ શબ્દ છે. અનેકાંતદષ્ટિ અને મધ્યમમાર્ગ એ બંને વાદ એક જ ભાવનાનાં ફળ છે. જોકે, જૈન આગમોમાં અનેકાંતદષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્ત્વ છે ત્યારે બૌદ્ધ પિટમાં મધ્યમપ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવનવ્યવહાર છે. તેથી જ તે જીવનવ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આજીવ આદિ નિયમનું સ્વરૂપ વિચારે છે, અને ઘડે છે. બીજાં પણ ભારતીય દર્શનોમાં અનેકાંતદષ્ટિ-ગામી વિચારે છે. પરંતુ એ બધાં દર્શનેના સાહિત્યમાં અમુક ચર્ચા પ્રસંગે એ જાતના વિચારો આવે છે ખરા, પણ એ ઉપરાંત તે દૃષ્ટિના નિરૂપણ માટે જ નાના કે મેટા સ્વતંત્ર ગ્રંથ નથી. ત્યારે જૈન દર્શન સાહિત્યમાં તે અનેકાંતદષ્ટિનું સ્થાપન કરવા, તેના ઉપરના આક્ષેપો દૂર કરવા, તેની બારીકીઓ અને વિશેષતાઓ સમજાવવા, તેમ જ તેમાંથી ફલિત થતા બીજા વાદોને ચર્ચવા સેંકડો નાનામોટા ગ્રંશે અને પ્રકરણ લખાયેલાં છે. એ ખેડાણની સ્વાભાવિક અસર બીજાં જૈનેતર દર્શને ઉપર પણ સ્પષ્ટપણે થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 375