Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 6
________________ - શ્રી સંઘની સેવામાં.. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરની છવ્વીસમી શતાબ્દી પૂર્ણ થઈ છે અને બીજી બાજુ દુનિયા એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકી છે ત્યારે શ્રી પાર્થચંદ્રગથ્ય પણ એ માટે સજ્જ થવું રહ્યું. માહિતીના આ યુગમાં શ્રી દેશલપુર (કંઠી) દહેરાવાસી જૈન સંઘે ગચ્છને ઉપયોગી એવું એક પ્રકાશન હાથ ધરવા નિર્ણય કરેલો. આજે એ પ્રકાશન “સંઘસૌરભ” નામે શ્રી સંઘના કરકમળોમાં મૂકતાં અમે હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં શ્રી પાર્જચંદ્રગચ્છની ઐતિહાસિક ભૂમિકાથી માંડી પૂજ્ય દાદાસાહેબ શ્રી પાર્થચંદ્રસૂરીશ્વરનું જીવન-ધૂન, ભૂતકાળના વંદનીય-સ્મરણીય પૂજ્ય મુનિ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોની આછી જીવન ઝરમર, વર્તમાન શ્રમણ-શ્રમણીવર્ગનો પરિચય, પાર્થચંદ્રગચ્છના ભારતભરના સંઘોની માહિતી, ગચ્છના ગુરુમંદિરો, દાદાવાડી, દેરી, ધર્મશાળા વગેરેની સચિત્ર જાણકારીનું સંકલન કરવામાં આવ્યું છે. માહિતીને સંપૂર્ણ બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે તે છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા નમ્ર વિનંતી છે. - આ ઐતિહાસિક ગ્રંથનું સંકલન-સંપાદન પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબે કરી આપ્યું છે. તેમના પરિશ્રમથી જ આ ગ્રંથ સાહિત્યિક દૃષ્ટિએ સુંદર બની શક્યો છે. આપણે તેમના ઋણી છીએ. ગુરુમંદિરો વગેરેના ફોટા એકત્ર કરવામાં પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજો તથા શ્રાવક બંધુઓનો સુંદર સહકાર સાંપડડ્યો છે. એ માટે સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યમાં અમારા સંઘના અનુભવી મહાનુભાવ શ્રી કુંવરજી વિજપાળ દેઢિયાનું સચોટ માર્ગદર્શન અમને મળતું રહ્યું છે. દેશલપુર-કંઠીના ધર્મપ્રેમી દાતાઓનો સુંદર આર્થિક સહયોગ આ કાર્ય માટે મળ્યો છે. એમનો પણ હાર્દિક આભાર. સી-ટેક કોમ્યુટર્સવાળા શ્રી યોગેશભાઈએ આ ગ્રંથનું ટાઈપસેટિંગ તથા ચિત્ર વિભાગ સુંદર રીતે તૈયાર કરી આપ્યા છે. અંતમાં શ્રી દેશલપુર(કંઠી) દહેરાવાસી જૈન સંઘ આ મહત્ત્વનું કાર્ય સોંપી શ્રી સંઘની સેવા કરવાની અણમોલ તક અમને આપી તે બદલ અમે તેમના ઋણી છીએ. સં. ૨૦૬૦ વૈશાખ સુદ-૧૫ તા. ૪-૫-૨૦૦૪ રમેશ રવજી વીરા ચંપક નરશી વીરા સંયોજકો સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 176