________________
૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
આલોચના પ્રતિક્રમણરૂપ ક્રિયામાં પ્રવેશતા પહેલા ગુરૂવંદન - વાંદણા, પ્રવેશ સૂચક છે. અને પ્રતિક્રમણ ક્રિયાનું સ્વતંત્ર પ્રર્મોજન અને પ્રતિલેખના સૂચક છે.
ચોથું આવશ્યક પ્રતિક્રમણ (ચરવળો હોય તો ઉભા થઈને હાથ જોડીને બોલે, નહીં તો બેસીને બોલે)
વ્રતોમાં લાગેલ અતિચારની આલોચના સાથે ક્ષમાયાચના
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છ,
આલોએમિ હે ભગવંત ! આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી લાગેલા પાપોની આલોચના કરું. આજ્ઞા છે. આલોચના કરો.
જે પાપો આલોચના - પ્રાયશ્ચિતથી અને પ્રતિક્રમણ - પ્રાયશ્ચિતથી શુદ્ધ ન થયા હોય, તેની શુદ્ધિ હવે કાઉસ્સગથી કરવાની છે. કાઉસ્સગ્ગ પણ ગુરૂવંદન પૂર્વક જ થાય તેથી ગુરૂ મહારાજને વંદનરૂપ બે વાંદણા દેવાય છે. અહીં, બીજા વાંદણાને અંતે કષાયભાવથી આત્માએ બહાર નીકળી જવાના ખ્યાલપૂર્વક અવગ્રહની બહાર નીકળી જવાનું છે.