________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) मृत्यु સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
૨૩૩
(પ્રતિક્રમણ પુરું થયા પછી ‘સંતિકરં સ્તવ’ બોલાય છે. જેથી તે નીચે આપ્યુ છે.) સંતિકર સ્તોત્ર
નવસ્મરણમાં ત્રીજું સ્મરણ – શ્રી સંતિકર સ્તોત્ર
=
શાસન રક્ષક દેવ-દેવીઓના સ્મરણ સાથે શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના
મંગળાચરણ અને વિષય નિર્દોષ શાંતિનાથનું સ્મરણ, ભક્તોના પાલન અને જય તથા શ્રી આપતા નિર્વાણીદેવી અને ગરુડનું સ્મરણ
સંતિકરું સંતિજિર્ણ, જગ સરણે જય સિરીઇ દાયારું, સમરામિ ભત્ત પાલગ નિવ્વાણી ગરુડ કય સેવં (૧)
જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂપ) છે, જય અને લક્ષ્મી આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું. (૧)