Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 324
________________ ૨૭૧ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત - ૨૭૧ સસિર્થેણ વા, અસિથેણ વા, વોસિરઈ (વોસિરામિ) .. અર્થ – સૂર્યોદયથી માંડીને ત્રીજા દિવસના સૂર્યોદય સુધી બે ઉપવાસ, ચોથા દિવસના સુર્યોદય સુધી ત્રણ ઉપવાસ પાંચમા દિવસના સૂર્યોદય સુધી ચાર ઉપવાસ છઠ્ઠા દિવસના સૂર્યોદય સુધી પાંચ ઉપવાસ, સાતમા દિવસના સૂર્યોદય સુધીછઉપવાસઆઠમા દિવસના સૂર્યોદય સુધી સાત ઉપવાસ નવમા દિવસના સૂર્યોદય સુધી આઠ ઉપવાસ (એક-એક દિવસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી એક સાથે પચ્ચકખાણ લઈ શકાય)નું પચ્ચખાણ કરેછે (કરું છું). તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિટ્ટાવણિયાગારેણં = વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો (ગુરૂ ભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે, મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). - તેમાં પાણીનો આહાર એક પ્રહર દોઢ પ્રહર | બે પ્રહર | ત્રણ પ્રહર મુદ્ધિસહિત પ્રત્યાખ્યાનનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર ( કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334