Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 304
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત - ૨૫૧ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હુ મન, વચન, - કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૩) દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૪). સામાયિક વ્રતથી યુક્ત જીવનું મન જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી જેટલી વારસામાયિક કરે છે, તેટલી વાર અશુભ કર્મને છેદે છે. (૧) વળી સામાયિક કરતી વખતે જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય છે, એ કારણથી બહુવારસામાયિક કરવું જોઈએ. (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૩) દશમનના, દશ વચનના, બાર કાયાના, એબત્રીસદોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોયતે વિમન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ. (૪) મંગળાચરણ તરીકે નવકાર ગણી, વિધિઅવિધિ તથા ૩૨ દોષોનું મિચ્છા મિ દુક્કડ દઈ સાંગોપાંગ શુદ્ધ સામાયિકનું ફળ મેળવવા સાધક ઈચ્છે છે. પહેલી બે ગાથા પ્રાકૃત છે. છેલ્લી બે ગાથા ગુજરાતીમાં છે. શ્રી વર્ધમાનસૂરિકૃત ‘આચાર-દિનકર', શ્રી મહિમાસાગરજી કૃત ‘પડાવશ્યક વિવરણ' વગેરે બે પાઠોના છેલ્લા વાક્યોનું ગુજરાતીકરણ થયેલ છે. ૧૯મી સદીથી આ સૂત્રની પછી તે બોલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે. સામાયિકનું મહત્વ સૂચવતી અને વારંવાર સામાયિક કરવાની ભલામણ કરનારી આ બંને ગાથાઓ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ રચેલ શ્રી આવશ્યક નિર્યુક્તિની છે. (સ્થાપનાચાર્યનું સ્થાપન કર્યું હોય તો, જમણો હાથ સવળો (ઉત્થાપન મુદ્રા) રાખી એક નવકાર ગણવો.) નવકારની જેમ લોગસ્સ સૂત્ર પણ એક મંત્ર સ્વરૂપ છે. આથી જ લોગસ્સ સૂત્રના જાપથી ઘણા ઉપસર્ગો-વિનોનો નાશ થઈ શકે છે. તેનું રટણ, સ્મરણ અને જ્ઞાન વિશેષ ફળ આપે છે. જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334