Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 306
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૫૩ શ્રી પચ્ચકખાણનાં સૂત્ર, અર્થ અને સમજૂતી પચ્ચક્ખાણ લેનારને તે તે પચ્ચક્ખાણના સમયની મર્યાદા (દા.ત. સૂર્યોદયનો સમય ૭.૦૦વાગે. દિવસ ૧૨ કલાકનો ગણીને) ૧) નવકાર-સહિઅં પચ્ચખાણ સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી) દા.ત. ૭:૪૮ મિનિટે ૨) પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસના ચોથા ભાગ (એક પ્રહર)=૩ કલાકે દા.ત. ૭:00+ ૩ કલાક = ૧૦:૦૦ વાગે ૩) સાઢ-પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ (દોઢ પ્રહર)૭:૦૦+૪.૩૦ કલાક= ૧૧:૩૦ વાગે ૪) પુરિમઢ-પચ્ચક્ખાણ : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ્ન) (બે પ્રહર) ૭:૦૦ + ૬ કલાક=૧ વાગે ૫) અવઢ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ (ત્રણ પ્રહર) ૭:૦૦ + ૯ કલાક=૪ વાગે (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથી એક પ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનો દિવસ હોય ત્યારે ૪ વડે ભાગવાથી ૩ કલાકે એકપ્રહર થાય.) પચ્ચખાણ લેનારના જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિ ભેદો ૧) વિશુદ્ધઃ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨) શુદ્ધ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થપોતે જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ૩) અર્ધશુદ્ધઃ- પચ્ચકખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે પણ જાણકાર પાસે ગ્રહણ કરે. ૪) અશુદ્ધ:-પચ્ચખાણ સૂત્ર અને અર્થપોતે પણ ન જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. (પહેલો - બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે તેવી આશાથી કાંઇક સારો પણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય)

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334