Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 309
________________ ૨૫૬ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ઉપરોક્ત પચ્ચક્ખાણ પારવાની વિધિ કરતા હોય છે. તે સિવાય નિત્ય નવકારશી થી તિવિહાર ઉપવાસ આદિ તપ કરનાર આરાધક શ્રાવકશ્રાવિકાગણમાં પચ્ચખાણ પારવાની વિધિ કરવાની વિસરાઈ ગયેલ છે, તે યોગ્ય નથી. તે માટે યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ. કદાચ રોજે નવકારશીમાં અનુકૂળતા ન રહે તો તેથી વિશેષ તપ કરવાનો અવસરે પૌષધમાં ન હોય તો પણ પચ્ચકખાણ પારવાની વિધિનો આગ્રહ જરૂર રાખવો જોઈએ. નવકારશીનું પચ્ચકખાણ કરનાર ભાગ્યશાળીએ દિવસ દરમ્યાન પૂર્ણ મુખશુદ્ધિ હોય ત્યારે યાદ રાખીને “મુક્રિસહિએ પચ્ચખાણ કરવું જોઈએ. તેમજ પહેલું બિયાસણું કરીને ઉઠતી વખતે અને તિવિહાર ઉપવાસમાં જ્યારે-જ્યારે પાણી વાપરવાનું (પીવાનું) થઈ ગયા પછી અચૂકપણે આ મુક્રિસહિએ પચ્ચકખાણ કરવું જોઈએ. હમેશાં ઓછામાં ઓછું નવકારશી અને ચઉવિહારનું પચ્ચખાણ કરવા સાથે મુખશુદ્ધિ હોય ત્યારે અચૂકપણે મુક્રિસહિએ પચ્ચખાણ કરનાર મહાનુભાવને ૨૫ થી ૨૮ ઉપવાસનો લાભ એક મહિને થતો હોય છે. તે લાભ ચૂકવા જેવો નથી. આયંબિલ, એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અચૂકપણે મહાનુભાવે તિવિહાર અને મુઢિસહિએ નું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ફરીવાર જ્યારે પાણી પીવાની જરૂર જણાય ત્યારે મુઢિ વાળી શ્રી નવકારમંત્ર અને મુક્રિસહિએ પચ્ચકખાણનું પારવાનું સૂત્ર બોલીને પાણી વાપરી શકાય. કદાચ કોઈક આરાધક ને મુટ્ટિસહિએ પચ્ચક્ખાણ પારતાં ન આવડે તો જલ્દી ગુરૂભગવંત પાસે શીખી લેવું. તે ન થાય ત્યાં સુધી તિવિહારનું પચ્ચક્ખાણ તો અવશ્ય કરવું જોઈએ. એકલઠાણ-ઠામચવિહાર આયંબિલ-એકાસણું કર્યા પછી અચૂકપણે ચઉવિહારનું પચ્ચકખાણ તે જ વખતે કરવું જોઈએ. સાંજે ગુરૂસાક્ષીએ અને દેવસાક્ષીએ પણ ચઉવિહારનું જ પચ્ચક્ખાણ લેવું જોઈએ. એક સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરેલ હોવાથી વિશિષ્ટ તપ (આયંબિલ-એકાસણ આદિ) હોવાછતાં “પાણહાર' ના બદલે “ચઉવિહાર' નું જ પચ્ચકખાણ લેવું. છટ્ટ-અટ્ટમ કે તેથી વધારે ઉપવાસના પચ્ચખાણ એક સાથે લીધા હોય તો તેના બીજા દિવસે પાણી પીતાં પહેલાં ફરીવાર પચ્ચક્ખાણ લેવાના સૂત્ર

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334