Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 307
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત પચ્ચક્ખાણ લેવાનો સમય અને મહત્તા અંગે સમજણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ સ્વરૂપે સવારે ઉઠતાંની સાથે ૧૨ વાર શ્રી નવકાર મંત્રનું સ્મરણ મનમાં કરવું. તે વખતે યથાશક્તિ પચ્ચક્ખાણની ધારણા આત્મસાક્ષીએ કરવી. રાઇઅ પ્રતિક્રમણમાં તપચિંતામણીના કાયોત્સર્ગ વેળાએ પણ ધારણા કરવી. પછી પ્રાતઃકાળની વાસચૂર્ણ (ક્ષેપ) પૂજા કરવા જિનાલયે જવું. ત્યાં પ્રભુ સાક્ષીએ પણ ધારેલ પચ્ચક્ખાણ સૂત્ર દ્વારા ગ્રહણ કરવું. ત્યારબાદ ઉપાશ્રયે જઈને સદ્ગુરૂ ભગવંતને વંદના કરીને તેઓશ્રીના મુખે એટલે ગુરૂસાક્ષીએ પચ્ચક્ખાણ ગ્રહણ કરતી વખતે મનમાં તે સૂત્રોનો ઉચ્ચાર કરવો અને ‘પચ્ચક્ખાઇવોસિ૨ઇ’ ની જગ્યાએ ‘પચ્ચક્ખામિ-વોસિરામિ’અવશ્ય બોલવું. આ પ્રમાણે આત્મ-સાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ હમેંશા પચ્ચક્ખાણ કરવાનો આગ્રહ રાખવો. ૨૫૪ નવકા૨શી થી સાઢપોરિસિ સુધીનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પહેલાં લઈ લેવાં અને પુરિમâ-અવઢનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પછી પણ લઈ શકાય. ચવિહાર, તિવિહાર અને પાણહારનાં પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં લઈ લેવાં અથવા ધારી લેવાં. ઓછામાં ઓછું નવકારશી અને રાત્રિભોજન ત્યાગનું પચ્ચક્ખાણ તેમજ મુટ્ટિસહિઅં પચ્ચક્ખાણ સદ્ગતિ ઈચ્છનારા દરેક ભાગ્યશાળીએ અવશ્ય કરવું જોઈએ. પંચમકાલમાં સંઘયણબળ ઓછું હોવાના કારણે અનિવાર્ય સંજોગોમાં લીધેલ પચ્ચક્ખાણ નો ભંગ ન થાય, તે માટેના આગાર (છૂટ) પચ્ચક્ખાણમાં બતાવવામાં આવેલા છે. પણ તેનો ઉપયોગ કરવાની છૂટ નથી, કદાચ દોષ સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત (= આલોચના) ગુરૂભગવંતને નિવેદન કરીને લેવું જોઇએ. નમુક્કારસહિઅં (નવકારશી) આદિ સઘળાય દિવસ સંબંધિત પચ્ચક્ખાણો સાથે મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પણ અવશ્ય લેવામાં આવે છે. તેથી પચ્ચક્ખાણ પારતી વખતે અંગૂઠો અંદર રહે તેમ મુટ્ઠિવાળીને પચ્ચક્ખાણ પારવું જોઈએ. પચ્ચક્ખાણનો સમય થઈ ગયા પછી વિશેષ

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334