Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 308
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૫૫ આરાધના નિમિત્તે અને કોઈક સંજોગોના કારણે કદાચ પચ્ચખાણ પારવામાં ન આવે, તો પણ પચ્ચકખાણવાળા મહાનુભાવને “મુક્રિસહિ” નો લાભ અચૂક મળે છે. દા.ત. નવકારશી પચ્ચખાણ કરનાર ભાગ્યશાળી પ્રભુભક્તિ કે જિનવાણી શ્રવણ કે વ્યવહારિક સંજોગોના કારણે તે સમયે કદાચ પચ્ચકખાણ ન પારે, તો પણ તેને નવકારશીનો સમય થઈ જવા છતાં મુદિસહિઅં પચ્ચકખાણનો લાભ મળે. નમુક્કારસહિએ થી તિવિહાર ઉપવાસ સુધીનાં પચ્ચકખાણ વિધિ મુજબ પારવાં જોઈએ. તેમાં શ્રી ઇરિયાવહિયં થી લોગસ્સસૂત્ર સુધી..” પછી ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ?' ઈચ્છે કહી જગચિંતામણિથી પૂર્ણ જયવીયરાય ! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરે?' ઈચ્છે કહી જ ચિંતામણિ થી પૂર્ણ જયવીયરાય ! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું સન્ઝાય કરું ?' ઈચ્છે, કહીને ગોદોહિકા આસને (ગાય દોહવાની મુદ્રા) બેસીને શ્રી નવકારમંત્ર અને શ્રી મનહજિણાણે “ (પૂ. સાધુ સાધ્વીજીભ. માટે દશવૈકાલિકસૂત્રનું પ્રથમ અધ્યયન) બોલી ઉભા થઈ ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ?” ઇચ્છે, કહી ૫૦ બોલથી મુહપત્તિ-શરીરની પડિલેહણા કરવી. પછી ફરીવાર ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પારું? “યથાશક્તિ” બોલી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને, ઉભા થઈને યોગમુદ્રામાં ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પાર્યું? “તહત્તિ” કહીને ઉભડક પગે નીચે ઘુંટણના આધારે બેસીને ચરવળો/રજોહરણ/જમીન પર જમણા હાથની મુઢિ વાળીને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) મુખની પાસે રાખીને શ્રી નવકારમંત્ર બોલીને પચ્ચકખાણ પારવાનું સૂત્ર, પચ્ચખાણ લીધા પ્રમાણે બોલવું. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ તેમજ શ્રી નવપદજીની ઓળી વિધિપૂર્વક આરાધન કરનાર આરાધકવર્ગ

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334