________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૮૫
અહીયાં સુધી દૈવસિક પ્રતિક્રમણની વિધિ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી
છે જે આગળ ઉપર શરૂ થવાની છે. એ દરમિયાન વચગાળામાં દેવસિની ક્રિયા મુલતવી રાખી સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડા અવળા અનેક જાતનાં લાગેલા પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાનો પ્રારંભ થાય છે.
(અહીંથી છીંકનો ઉપયોગ રાખવાનો છે.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
સંવચ્છરીઅ આલોઇઅ પડિક્કતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી મુહપત્તિ પડિલેહું? “ઇચ્છે
દિવસ સંબંધી થયેલા દુષ્કૃત્યોની આલોચના કરવા, હે ભગવંત, સંવત્સરી મુહપત્તિ પડિલેહું?
(કહી મુહપત્તી પડિલેહવી. પછી બે વાંદણા દેવા.)
- મુહપત્તીનું પડશહેણ ઉભડક પગે કરવાનું હોય છે. ૨ હાથને બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તનું પડિલેહણ કરવાનું છે. આ મુદ્રા “સંલીનતા'નામનાં એક તપના ભાગરૂપે છે. તેનાથી અંગોપાંગની ચંચળતા દ્વારા થતી જીવહિંસાદિ પાપથી બચાય છે અને તેનાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે. -મુહપત્તી - સૂત્રો બોલતાં સૂક્ષ્મ જીવો મુખમાં ન ચાલ્યા જાય અને તેમની રક્ષા થાય તે મુહપત્તીનો મુખ્ય ઉપયોગ છે વળી રજ ધૂળની પ્રમાર્જના કરવી તે પણ તેની ઉપયોગિતા છે. મુહપત્તી સામાન્ય રીતે એક વેત અને ચાર આંગળણી રાખવાની હોય છે. તે સુતરાઉ કપડાની હોવી જોઈએ.