________________
જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષમાર્ગ :
જ્ઞાન ક્રિયા બે અંગ છે, નિશ્ચયને વ્યવહા૨; યથા યોગ્ય આદર કરે, સમ્યગજ્ઞાન વિચાર...
ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એક શ્રેષ્ઠીને ચાર પુત્રવધૂ હતી. ઘરની સર્વ જવાબદારી કોને સોંપવી, તે વિચારે શ્રેષ્ઠીએ ચારેની પરિક્ષા કરવાનું નક્કી કર્યું. પુત્રવધુના નામ ક્રમથી ઉજ્જિતા, ભક્ષિતા, રક્ષિતા અને નાની પુત્રવધુનું નામ વર્ધિતા હતું. ચારેને ઘઉંના થોડા દાણા આપ્યા અને કહ્યું કે જ્યારે માંગુ ત્યારે મને પાછા આપજો. ઉજ્જિતાને થયું સાઠે બુદ્ધિ નાઠી. આપી આપીને ઘઉંના દાણા આપ્યા, તેણે ફેકી દીધા. ભક્ષિતાને થયું સસરાએ આપ્યા છે, માન રાખવું જોઈએ તેથી તે પ્રસાદની જેમ ખાઈ ગઈ. રક્ષિતાને થયું સસરાએ દાણા આપ્યા છે, નક્કી કાંઈક કારણ હશે, તેથી તિજોરીમાં સોનાની ડબ્બીમાં સાચવી રાખ્યા. વર્ધિતાને પણ એ જ રીતે દાણા આપ્યા, તેણે વિચાર્યું મારા સસરા ઘણા બુદ્ધિશાળી છે તેમણે આ દાણા આપ્યા છે તો નક્કી કાંઈક રહસ્ય હશે, તેથી તે દાણા પિયર મોકલી આપ્યા અને તે દાણાને એક અલગ જમીનના ટુકડામાં વાવવાનું જણાવ્યું અને તેને અવસરે મંગાવીશ એમ કહેવડાવ્યું. ચારેક વર્ષે સસરાએ દાણા માંગ્યા. ઉજ્જિતાએ ‘ફેકી દીધા’ જણાવ્યું, ભક્ષિતાએ ‘ખાઈ ગઈ’ જણાવ્યું, રક્ષિતાએ દાણા પાછા આપ્યા અને જ્યારે વર્ધિતાએ બે હાથ જોડી સસરાને વિનંતી કરી કે આપે આપેલ દાણા લાવવા માટે મારા પિયર ગાડાઓ મોકલવા પડશે.
આ કાળમાં પણ આવી જ વાત બની......અહીંયા પરીક્ષાની વાત નથી પણ સસરા પૂજ્ય ચિમનભાઈ ખીમચંદ મહેતાએ એક દિવસ અચાનક સર્વે પુત્રવધુઓને સારા કાર્યમાં વાપરવા ર્ એક લાખ આપ્યા. પુત્રવધુ ઇલાને, વાપરવા આપેલા ર્ એક લાખને કેમ વાપરવા ? તે પ્રશ્ન હતો અને તે જ વખતે ઘ૨માં પર્યુષણ પર્વના કારણે પ્રતિક્રમણની વાતો થઈ. તેમાં ઇલાબહેનને પુત્રએ પ્રશ્ન કર્યો ‘સમજ્યા વિના ક્રિયા શું કર્યા કરીએ ?' અંગ્રેજી માધ્યમથી ભણેલા બાળકોને કેમ કરીને સમજાવવા? તેના જવાબમાં ગુજરાતી-હિન્દી, અંગ્રેજી અર્થ