________________
ગૃહિણી શ્રાવિકાનું જ્ઞાનતપ
કેટલાંક નિમિત્તો વ્યક્તિને કર્મોના વમળોમાં લઈ જતાં હોય છે, તો કેટલાંક શુભ નિમિત્તો વ્યક્તિને કર્મનિર્જરા તરફ ગતિ કરાવી શુભ કર્મોનું પાથેય પણ બંધાવી દેતાં હોય છે.
આ પવિત્ર પુસ્તકની રચના કરવા માટે ઇલાબેનના ખોળામાં એક શુભ નિમિત્ત આવી પડ્યું અને એમનાથી આ જ્ઞાનકર્મનું તપ થઈ ગયું. આ રીતે એમના પુત્રવધૂના પગલાં એમને અને એમના પરિવારને વિશેષ ફળ્યાં. આ સદ્ભાગ્ય તો છે જ, ઉપરાંત પૂર્વના શુભ કાર્યોનો ઉદય પણ ખરો. તો જ આવા ભાવ જાગે, અને નિમિત્તો પ્રાપ્ત થાય.
વર્તમાનનો યુવા વર્ગ ધર્મ અને ક્રિયાથી વિમુખ થતો જાય છે, કારણકે એમની પાસે આ ક્રિયાનું જ્ઞાન નથી. જ્ઞાન વગરની ક્રિયા નિષ્ફળ છે એટલે આ વર્ગને ધર્મ અને ક્રિયાની સાચી અને અર્થ સભર “સમજ આપવામાં આવે તો અવશ્ય આ વર્ગ દૃઢ શ્રધ્ધાથી ધર્મ અને ક્રિયાને પોતાના જીવનમાં સ્થાન આપે.
આ યુવા વર્ગ અને પ્રત્યેક વર્ગ માટે, ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાશિત થતું આ પુસ્તક “સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત” એ મેજિક ટચ જેવું છે. સૂત્રોના અર્થ અને એની સમજનું આકાશ આ પુસ્તક ઉઘાડે છે.
સંવત્સરી પ્રતિક્રમણ એટલે વડીલોના આગ્રહથી અઢી કલાક એક સ્થાને બેસીને માત્ર સૂત્રો સાંભળવા એટલું જ નહિ પણ પ્રત્યેક સૂત્ર અને ક્રિયા-વિધિનો અર્થ અને એ ક્રિયાનું વિવરણ સમજાય તો આ પ્રતિક્રમણ, કર્મનિર્જરા, પશ્ચાતાપ અને ક્ષમાનો ત્રિવેણી સંગમ છે એની પ્રતીતિ જિજ્ઞાસુને થયા વગર રહેતી નથી. આ સત્યનું દર્શન આ પુસ્તક કરાવે છે.
આ પુસ્તકમાં આ સમજણ છે, સામાયિક, પ્રતિક્રમણનો અર્થ, એ વિધીના ચિત્રો, પ્રતિક્રમણ કરતી વખતે એમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો, એ સૂત્રોનો અર્થ, એ પણ પ્રત્યેક પંક્તિ પ્રમાણે, ઉપરાંત એક જ સૂત્ર જો ફરી ફરી આવતું હોય તો ફરી ફરી ક્રમ પ્રમાણે એ સૂત્ર અને એનો અર્થ, જેથી પ્રતિક્રમણ સમયે વારે વારે પાછળના પાને જવું ન પડે, ઉપરાંત સૂત્ર રહસ્ય, સવાલ-જવાબ, એ સૂત્રની