Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 12
________________ A'S જાણે કે.... 'सावन हुं मरुस्थल की चिंता क्या ? खेत नहीं बादल की चिंता क्या ? हम मस्ताने गोरख के चेले, आज बिताया कल की चिंता क्या ?' આજ જો નારાજ નથી. તો આવતીકાલ માટે આકુળ-વ્યાકુલ કે | પરેશાન થવાની આવશ્યકતા નથી. આજન.. આનંદસભર બનાવીએ... આજની આસપાસ અફસોસ કે અવસાદથી આવરાવી ના જોઈએ ! વર્તમાનને વેદનાના વલોપાતથી વીંખી નાંખવાની આદતથી બાજ આવવું જોઈએ. શાસ્ત્રો કહે છે; “ નાદિ વંહિયાં' જે ક્ષણને જાણે છે. અર્થાત ક્ષણને જીવે છે.... ક્ષણમાં જીવે છે. સમયને સમજીને, સમયજ્ઞ બનીને જીવે છે એ જ સાચા અર્થમાં પંડિત છે. શીખવા-સમજવા માટે જિંદગી જેવી અન્ય કોઈ પાઠશાળા નથી ! આ પુસ્તકના પાને પાને પથરાયેલા... વિચારોમાં એક આખું આગવું વિશ્વ ઉઘડે છે. જરા શાંતિથી.. આરામથી... પલાંઠી વાળીને બેસીને આ પુસ્તકની યાત્રા કરવા જેવી છે ! અવશ્ય. જિંદગીના કેનવાસ પરથી નીરસતાના ધાબાં નીતરી જશે અને મોજીલી મદીલી... મસ્તીભરી જીવંતતા ઉભરવા માંડશે. જીવન જીવવું વધું ગમશે.... જીવન થોડું વધારે સભર-સમૃદ્ધ બનશે. ભીતરથી જે માલામાલ છે. એણે બાહરના હાલચાલ માટે બહું હાંફળા-ફાંફળા રહેવાની જરૂર નથી. શબ્દોને સતરંગી સોદાગર કવિ મકરંદ દવેની નર્મ-મર્મ વાણીમાં કહીએ તો... ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !” આ ધૂળિયો મારગ ધબકતો છે... રણકતો છે.. અને આ રણકાર રાણીછાપ રૂપિયાનો છે. નિકલ કે નકલી ધાતુનો નહીં ! આ ભીતરનો રણકાર આપણને અંદરનો અણસાર આપે એવી અભ્યર્થના. “સંવાદ' પુસ્તકની મુદ્રણપ્રતનું વાંચન કાળજીપૂર્વક વિદુષી મહાસતીજી પધાબાઈએ કર્યું છે. એમને શત શતઃ ધન્યવાદ ! ૧૪-૨- ૧૯૯૮ - ભદ્રબાહુવિજય)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 198