________________
રાજગૃહીતી પંચપહાડી યાત્રા માટેનું માર્ગદર્શન
રાજગૃહીની દસેક માઈલની યાત્રા જુદા જુદા પાંચ પહાડોમાં વહેંચાયેલી છે તેમજ તેનો રસ્તો પહાડી હોવાથી અશક્ત અને વૃદ્ધ યાત્રાળુઓ માટે પેઢીમાં ખબર આપવાથી ડોળીની વ્યવસ્થા થઈ જાય છે. સવારે પાંચ વાગ્યે યાત્રા શરૂ કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધી ધર્મશાળાએ પાછા આવી જવાય છે. મારી દષ્ટિએ આ પાંચેય પહાડની યાત્રા શાંતિથી બે દિવસમાં કરવી જોઈએ. પ્રથમ દિવસે પહેલા, બીજા અને ત્રીજા પહાડની યાત્રા કરવી જોઈએ તથા બીજા દિવસે ચોથા અને પાંચમા પહાડની યાત્રા કરવી જોઈએ. પાંચેય પહાડ પર ઈ.સ.૨૦૦૮માં જિનેશ્વર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ ગઈ હોવાથી પ્રભુની સેવા-પૂજાનો લાભ લઈ શકાય છે.
પહેલા અને પાંચમા પર્વતની નીચે ગરમ પાણીના કુંડ આવેલ છે. અહીં સ્નાન કરીને (જયણાપૂર્વક - અળગણ પાણીથી નહીં) પ્રભુપૂજા થઈ શકે છે. મુખ્ય જિનાલયથી દોઢ માઈલ દૂર ટાંગા અથવા ટૅકસી દ્વારા જવાય છે. રાજગૃહીથી પંચપહાડી યાત્રા શરૂ કરીએ ત્યારે લગભગ ૧ માઈલનો રસ્તો કાપ્યા બાદ ગરમ પાણીના અનેક કુંડ જોવા મળે છે જેમાં બારેમાસ કુદરતી રીતે ગરમ પાણી વહ્યા જ કરે છે. આ કુંડ બેવિભાગમાં વહેંચાયેલા છે. ડાબા હાથના કુંડથી પ્રથમ પહાડની યાત્રા શરૂ થાય છે.
રાજગૃહી પંચપહાડી યાત્રા
૨ રત્ત્તગિરિ
૧ વિપુલાચલગિરિ
3 ઉધ્યગિરિ
GORG
ગામમંદિર
૪ સુવર્ણગિરિ
日期间日期间期
Follo
For Private & Personal Use Only
૫ વૈભારગિરિ
--------
www.jainelibrary ૧૧૧