Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah

View full book text
Previous | Next

Page 449
________________ થોય (રાગ : આખ મારી ઊઘડે) | ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી; દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. ધર્મનાથ પ્રભુ જેઠ સુદ પાંચમે ૧૦૮ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, મધરાત પહેલાં મોક્ષ ગયા. અહીંથી પૂર્વે કુલ ૧૯ ક્રોડાકોડ, ૧૯ ક્રોડ, ૯ લાખ, ૯ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રાથી ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ મળે છે. [ આ ટૂકની કથા છે કે પંચાલ દેશના શ્રીપુરનગરના રાજા ભવદત્તને શૂળરોગ થયો. શ્રદ્ધાળુ હોવાથી શરૂમાં પ્રાથમિક ધર્મ આરાધ્યો, પણ એનાથી રોગ નાબૂદ ન થતાં અઠ્ઠમના પારણે અઠ્ઠમ એવા વીસ અક્રમ કર્યા. પારણાના દિવસે મુનિવરની પ્રતીક્ષા કરતાં મહિનાના ઉપવાસી શ્રી ધર્મઘોષમુનિ પારણા માટે ભિક્ષાર્થ કાજે પધાર્યા. રાજાને બેહદ ખુશી થઈ. ભાવથી ખીર વહોરાવી. બાદ પ્રસન્નતાપૂર્વક મુનિવરને વંદન કરવા ગયા. રોગ નિવારણાર્થે પૃચ્છા કરતાં મુનિવરે સુંદર ઉપાય દર્શાવ્યો. તેઓશ્રીએ ફરમાવ્યું કે, ‘રાજ! વીશ અઠ્ઠમ કર્યા છે તો વીસ તીર્થંકર પ્રભુની નિવાણભૂમિસ્વરૂપ સમેતશિખર તીર્થનો ભવ્ય મંડલ રચાવો. એમાં વીસ પરમાત્માની પ્રતિમા ભરાવો અને તેમાં કાળાં કપડાં પહેરીને વીસ સ્થાનક આરાધો.’ રાજાએ અક્ષરશઃ પ્રેરણાને ઝીલી લીધી અને જણાવ્યા મુજબ જ ઠાઠ-માઠથી આરાધના કરી. ત્યારે ધર્મનાથ પ્રભુના કિન્નરો યક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવી પ્રગટ થયાં. રાજાને એક દૈવી ભેરી (નગારું) આપ્યું કે જેથી તેના અવાજ માત્ર સાંભળવાથી રોગ દૂર થાય ! અંતે તેનાથી રાજા સ્વસ્થ થયા. શ્રી સમેતશિખર મહાતીર્થના પ્રભાવે સ્વસ્થતા મળી હોવાથી રાજા સમેતશિખરજી યાત્રા કરવા ગયા. ત્યાં ધર્મનાથ પ્રભુની ટુકને શોધતા હતા ત્યારે દત્તવરગિરિથી એક મુનિ પધાર્યા અને જણાવ્યું કે ધર્મનાથ પ્રભુની નિર્વાણભૂમિ અહીં છે. રાજાએ ત્યાંની યાત્રા કરી અને તે ટૂંક ઉપર ધર્મનાથ પ્રભુનો ભવ્યાતિભવ્ય ચૌમુખ જિનપ્રાસાદ કરાવી દત્તવર ટ્રકનો અને સર્વ જિનાલયોનો તેરમો જીણોદ્ધાર કરાવ્યો. બોલો, શ્રી ધર્મનાથ પ્રભુની જય.. ા બૌલી જ્ય બૌલી જા ધર્મનાથ, પુરીજીમાં કલ્યાણક થી, સમૈતશિખ૨જીમાં ભીક્ષા નિવાસ, જ્યબોલી ક્યુબોલી જ્ય ધર્મનાથ, (૪૪૫ nelibrary.org Jain Education International For Private & Personal Use Only


Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504