Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah
View full book text
________________
॥ ૐ હ્રીં શ્રી શાતિતાથ પારંગતાય તમઃ ॥
થોય
શાન્તિ સુહકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રતે ઘેર પારણું, ભવ પાર ઉતારે; વિચરતા અવતી તલે, તપ ઉગ્ર વહારે, જ્ઞાત ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે.
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) જાણ્યા જાયે શિશુ સકળતા, લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે, માતતા ગર્ભમાંથી; ખંડોને નવ નિધિ તથા, ચૌદ રત્નો તજીને, પામ્યા છો જે પરમપદને, આપજો તે અમોતે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
શ્રી શાંતિનાથ પ્રભુ વૈશાખ વદ તેરસે પૂર્વ રાત્રિએ ૯૦૦ મુનિવરો સહિત, માસક્ષમણે, પદ્માસને, કાઉસગ્ગમાં મોક્ષે સિધાવ્યા. અહીંથી પૂર્વે ૯ ક્રોડાક્રોડ, ૯ લાખ, ૯ હજાર, ૯૯૯ મુનિવરો સિદ્ધગતિને વર્યા છે. આણૂકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
આ જ ભરતક્ષેત્રના વિરંચ નામના દેશના મિત્રપુર નગરના સુદર્શન રાજા પર્વતિથિએ ભાવપૂજા સ્વરૂપ પૌષધ કરતા અને પ્રતિદિન દ્રવ્યપૂજા સ્વરૂપ પોતાના જ પિતાએ ઉપવનમાં બનાવેલા બાવન જિનાલયવાળા શ્રી સુમતિનાથ પ્રભુના દેરાસરે પૂજા કરતા. એક વખત ત્યાં એક પૂજ્ય મુનિવર પધાર્યા. તે ગણધર શ્રી ચક્રાયુધ તરીકે પ્રખ્યાત હતા ! શ્રી ગણધર ભગવંતની દેશના સાંભળવા રાજા પધાર્યા. પૂજ્યશ્રીએ દેશનામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થ પ્રતિ અપૂર્વ ભાવ પ્રગટ કર્યા. આવા તીર્થની યાત્રા તો વહેલામાં વહેલી કરવી જ રહી; પણ એ એકલા નહિ, ચતુર્વિધ સંઘ સાથે. એમાં વિશેષ લાભ મળે એટલે રાજા સંઘ લઈને સમેતશિખરજી પહોંચ્યા.... દરેક ટૂકે ભાવથી યાત્રા કરી. શિખરજીના દરેક જિનાલયોનો ચૌદમો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો અને પ્રભાસગિરિ ટૂક પરથી બૃહત્ શાંતિનાથ ભગવાનનું ચૌમુખી દેરાસર કરાવ્યું. બોલો શ્રી શાંતિનાથ પ્રભુનીજય.
જય બોલો જય બોલો જય શાંતિનાથ, હસ્તિનાપુરજીમાં કલ્યાણક ચાર; સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય શાંતિનાથ.
Jain Education International
For Private & Ranmal Used
AAAAA
૪૫૭
www.jalnelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/cf871ee1d00693b0156cf7efdd300e6e20be53441150c4402e8c3b46a814ec2f.jpg)
Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504