Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah

View full book text
Previous | Next

Page 484
________________ ગિરિરાજ ઊતરતાં દશ્યમાન તળેટી ચાલો, જાત્રા કર્યાના અવર્ણનીય આનંદ સાથે, ૧૨ નવકારનો કાઉસગ્ગ કરી, ગાંધર્વનાળા પાસે આવેલા ભાથાઘરમાં ભાથું વાપરી નીચે ઊતરીશું. નીચે ઊતરતાં તળેટીનાં સુંદર દશ્યો જોવા મળે છે. ક્ષેત્રપાલજીની દેરીએ વંદન કરીને તળેટીમાં શ્વેતાંબર કોઠીએ પાછા આવી, શ્રી ભોમિયાજીનાં દર્શન કરી. - પાર્શ્વનાથ પ્રભુની ધૂન સમરીએ. બોલો, શ્રી સમેતશિખરજી મહાતીર્થની જય.... | બોલો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની જય... તીર્થકરોની નિર્વાણભૂમિનાં સચિત્ર દર્શન ભાવયાત્રાથી આજે આપણે સૌ અનંત અનંત ગણા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી બન્યા છીએ અને જ્યાં સુધી પુણ્યમુક્તિ ન પામીએ ત્યાં સુધી આપણને આ જૈનશાસનની પ્રાપ્તિ કરાવે અને ઉત્તરોત્તર નિર્વાણપદ પ્રાપ્ત કરાવી દે તેવી શુભ ભાવના ભાવીએ. | ૪િ૮ શ્રી ક્ષેત્રપાલજી શ્રી ભોમિયાજી


Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504