________________
એક બહુ મહત્ત્વનો ગ્રંથ ‘સમેતશિખર માહાત્મ્ય' છે, જેમાં સમેતશિખરના ઉદ્ધારોની વાત છે. વિ.સં. ૧૪૧૮માં નાગોરી તપગચ્છ શાખામાં પૂ.આ. રત્નશેખરસૂરિ થયા. તે મહાપુરુષે ‘સમેતશિખર માહાત્મ્ય’ નામનો ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ ગ્રંથ સંસ્કૃતમાં રચેલ હતો. તે ગ્રંથના આધારે સં. ૧૮૩૫માં કવિ પં. દયારુચિગણિએ ‘શ્રી સમેતશિખરજીનો રાસ' રચ્યો તે આજે પણ ઉપલબ્ધ છે. તેમાં તેમણે સમેતશિખરના ૨૧ ઉદ્ધારની વાત સવિસ્તર કહી છે. તેમાં તે કહે છે,
ભૂ માહે તીરથ ઘણા, ગિણવા કો સમરત્ય, ઉદ્રવ-અધો-મધ્ય લોકમેં, બહુલા જિહાં તિરત્ય, સહુ માહે સરસ, સમ્મેતશિખર ગિરિરાય, સિદ્ધ ભયા જ્યાં વીસ પ્રભુ, સાધુ અત્યંત શિવપાય. અજિતનાથ ભગવાનના નિર્વાણ સમય પછીથી અનેક આચાર્ય ભગવંતોની પ્રેરણાથી, જુદા જુદા ચક્રવર્તીઓ, રાજાઓ તથા શ્રેષ્ઠીઓએ સમેતશિખરજીના જે જે મુખ્ય મુખ્ય ઉદ્ધારો કરાવ્યા તે વીસ ઉદ્ધારોની વિગત ચૂકનાં દર્શન સમયે જાણીશું. દરેક ટ્રકનો એકવીસમો ઉદ્ધાર ઈ.સ. ૧૭૬૯ (વિ.સં. ૧૮૨૫)માં પં. દેવવિજયજી ગણિના ઉપદેશથી શ્રી ખુશાલચંદ શેઠ અને સુગાલચંદે કરાવ્યો.
કહેવાય છે કે પરમાત્માના નિર્વાણ પછી કલ્યાણક ઊજવતા દેવોએ ત્યાં સ્તૂપોની સ્થાપના કરી હતી. સમયાંતરે તેનો જીર્ણોદ્વાર શ્રેણિક રાજાએ કરાવ્યો. ત્યાર બાદ શેઠ મહતાબરાયના પુત્ર જગતશેઠ ખુશાલચંદે જીર્ણોદ્ધારનું કામ ઉપાડ્યું. સં. ૧૮૨૨માં શેઠ ખુશાલચંદને ‘જગતશેઠ’ની પદવી મળી અને તેઓ જીર્ણોદ્ધારનું કાર્ય જોવા શિખરજી પહોંચ્યા. નિર્વાણસ્થળો નામશેષ થઈ જતાં, પાદુકાઓનું મૂળ સ્થાન શોધવાની મુશ્કેલી તેમણે અનુભવી. આથી પૂ. દેવવિજયગણિજીને મળ્યા અને તેમની પ્રેરણાથી શેઠ ખુશાલચંદે અઠ્ઠમ તપની આરાધના કરીને મા પદ્માવતીના જાપ શરૂ કર્યા. તીર્થનું નવનિર્માણ કરાવવાના પવિત્ર આશયથી કરેલી તપશ્ચર્યાના ફળસ્વરૂપે દેવીએ એ ભવ્યજીવનને સ્વપ્નમાં દર્શનરૂપે ઉકેલ આપ્યો કે, “જ્યાં કેસરના સાથિયા જે સંખ્યામાં દેખાય તે પ્રમાણે ચોવીસીના તે તીર્થંકરનું સ્થાન જાણવું” અને આમ વીસ તીર્થંકરોનાં નિર્વાણસ્થાન નક્કી થયાં. વિ. સં. ૧૮૩૯માં માત્ર ૪૦ વર્ષની વયે જગતશેઠ
ખુશાલચંદે આ દુનિયા છોડી દીધી પણ શિખરજી પર આવેલી નિર્વાણભૂમિઓના મૂળસ્થાન શોધવાનું અદ્વિતીય કાર્ય કરી ગયા. જગત શેઠનો આ જીર્ણોદ્ધાર અને મહાતીર્થનો ઇતિહાસ સુપ્રસિદ્ધ અને અનુમોદનીય છે.
પૂ. સાધ્વીજી રંજતશ્રીજી મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
૩૬૩
www.jainelibrary.org