________________
અહીંથી થોડે આગળ જતાં બે રસ્તા પડે છે. ડાબા હાથનો સીધો રસ્તો જલમંદિર તરફ અને જમણા હાથનો રસ્તો ‘ડાક બંગલા’ થઈ પાર્શ્વનાથ ભગવાનની ટૂક તરફ જાય છે. જલમંદિરના માર્ગે આગળ સીતાનાળું આવે છે. સીતાનાળામાં વહેતું પાણી પહાડથી નીચે ઊતરી જે તળાવમાં જાય છે ત્યાં સીતાદેવીનું મંદિર છે માટે તથા સીતાનાળાનું પાણી ખૂબ શીત હોવાથી અપભ્રંશમાં તેનું નામ સીતાનાળું પડ્યું છે. અહીં બે દેરીમાં ભેરૂજીનાં પગલાં છે. સીતાનાળું વટાવીએ એટલે જમણી બાજુ નજર કરતાં પ્રભુ પાર્શ્વનાથજીની નિર્વાણભૂમિ એટલે કે મેઘાડંબર ટૂકનાં દર્શન થાય છે. હવે થોડું ચઢાણ છે.
ચઢાણના સાડા આઠ કિ.મી. પૂરા થતાં ચોપરાકુંડ આવે છે. અહીં એક દિગંબર મંદિર છે. અહીંથી થોડું આકરું અને સીધું ચઢાણ પૂરું કરીએ કે તરત શ્રી ગૌતમસ્વામીની પહેલી ટૂક આવે છે. શિખરજીની ટોચે ટ્રકોનાં દર્શન થતાં જ ૯ કિ.મી.ના ચઢાણનો થાક પળભરમાં ઊતરી જાય છે. આ દેરીની બરાબર સામે શ્વેતાંબરો તરફથી પુરાણી રક્ષણ ચોકી છે, જેમાં નેપાળી ચોકીદારો તીર્થની સેવા અને યાત્રાળુઓને મદદ કરે છે.
Jain Education International
સીતાતાળુ
rm For Private & Personal Use Only
|૩૬
www.jainelibrary.org